Essential Medicines Caps Ceiling Prices: મેડિકલ બિલ જોઈ હવે નહીં થાય હાલત ખરાબ!, સરકારે 651 જરૂરી દવાઓના ભાવ ઘટાડ્યા

Essential Medicines Caps Ceiling Prices: જરૂરિયાતવાળી દવાઓની મહત્તમ કિંમત સરકારે 7 ટકા જેટલી ઓછી કરી દીધી છે. જેમાં 651 દવાઓ સામેલ છે. 

Essential Medicines Caps Ceiling Prices: મેડિકલ બિલ જોઈ હવે નહીં થાય હાલત ખરાબ!, સરકારે 651 જરૂરી દવાઓના ભાવ ઘટાડ્યા

Essential Medicines: દવાઓના વધતા ભાવના કારણે પરેશાન જનતા માટે સરકારે એક મોટી રાહત આપી છે. National Pharmaceutical Pricing Authority (NPPA) એ કહ્યું છે કે 651 જરૂરી દવાઓની કિંમત 1 એપ્રિલથી સરેરાશ 6.73 ટકા ઓછી કરવામાં આવી છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે ગત વર્ષ સપ્ટેમ્બરમાં જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી (NLEM) માં સંશોધન કર્યું હતું. જેમાં કુલ 870 દવાઓ સામેલ કરાઈ હતી. જેમાંથી 561 દવાઓની કિંમતમાં કેપિંગ સિલિંગ પ્રાઈઝને નક્કી કરવામાં આવી છે. 

મોટાભાગની દવાઓની કિંમત ઘટી
રાષ્ટ્રીય દવા મૂલ્ય નિયામકે પોતાની એક ટ્વીટમાં કહ્યું કે સરકાર જરૂરી દવાઓની રાષ્ટ્રીય સૂચિ હેઠળ સૂચિબદ્ધ કુલ 870 દવાઓમાંથી અત્યાર સુધીમાં 651 દવાઓની વધુમાં વધુ કિંમત નક્કી કરવામાં સફળ રહી છે. જેનાથી દરેક વ્યક્તિ સુધી જરૂરી દવાઓની પહોંચને વધારી શકાશે. 

NPPA એ કહ્યું કે મહત્તમ કિંમતોની કેપિંગ સાથે 651 જરૂરી દવાઓની કિંમતમાં પહેલેથી જ 16.62 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જરૂરી દવાઓની કિંમત 12.12 ટકા વધારવાની હતી પરંતુ હવે 1 એપ્રિલથી તેમાં 6.73 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 

ગ્રાહકને થશે ફાયદો
NLEM મુજબ દવાઓની કિંમત ઘટવાથી સૌથી મોટો ફાયદો ગ્રાહકોને થશે. જો છેલ્લા આંકડા જોઈએ તો થોક મૂલ્ય સૂચકાંક (WPI) પર આધારિત દવાઓની કિંમતોમાં 12.12 ટકાનો વાર્ષિક વધારો થયો છે. 2022 માટે વાર્ષિક પરિવર્તન 12.12 ટકા હતું જો કે આમ છતાં ભાવમાં ઘટાડો કરવામાં સફળતા મળી. 

2013થી નિર્ધારિત થઈ રહ્યા છે ભાવ
અત્રે જણાવવાનું કે આવું પહેલીવાર નથી બન્યું કે જરૂરી દવાઓના મહત્તમ ભાવ નક્કી કરવામાં આવી રહ્યા હોય. કિંમતોને નક્કી કરવાનો આદેશ DSPO દ્વારા 2013થી અપાઈ રહ્યો છે. આ એક વિશેષ ચિકિત્સીય ખંડ દ્વારા થાય છે જે 1 ટકાથી વધુના વેચાણવાળી તમામ દવાઓના સામાન્ય સરેરાશ પર આધારિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news