ગોવામાં આ દિવસે બનશે સરકાર, રાજ્યપાલે બોલાવ્યું વિધાનસભાનું સત્ર

ગોવાના રાજ્યપાલ પીએસ શ્રીધરણ પિલ્લઇએ નવા ચૂંટાયેલા સભ્યોને શપથ અપાવવા માટે 15 માર્ચે નવી વિધાનસભા સભા બોલાવવાનું આહવાન કર્યું છે. રાજભવન તરફથી જાહેર કરવામાં આવેલા પત્રમાં આ વાત કહેવામાં આવી છે. 

ગોવામાં આ દિવસે બનશે સરકાર, રાજ્યપાલે બોલાવ્યું વિધાનસભાનું સત્ર

પણજી: ગોવાના રાજ્યપાલ પીએસ શ્રીધરણ પિલ્લઇએ નવા ચૂંટાયેલા સભ્યોને શપથ અપાવવા માટે 15 માર્ચે નવી વિધાનસભા સભા બોલાવવાનું આહવાન કર્યું છે. રાજભવન તરફથી જાહેર કરવામાં આવેલા પત્રમાં આ વાત કહેવામાં આવી છે. 

સીએમ સાવંતે આપ્યું રાજીનામું
તમને જણાવી દઇએ કે શનિવારે જ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યપાલ સાથે મુલાકાત કરી પોતાનું રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ સંવૈધાનિક રીતે નવી સરકારની રચના થવાની છે અને રાજ્યપાલને વિજય દળને શપથ માટે બોલાવવાના છે. 

રાજ્યમાં પાર્ટીની જીત
ગત શનિવારે જ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો કરવા માટે પદ પરથી રાજીનામું આપ્યું. સાવંતની પાર્ટી તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં 40 સભ્યોની વિધાનસભામાં 20 સીટ જીતીને રાજ્યમાં સૌથી મોટી તાકાતવર પાર્ટી બની છે.

ભાજપે રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો
રાજ્યમાં ભાજપ બહુમતથી 1 સીટ દૂર રહી ગઇ. પરંતુ 3 અપક્ષ અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના 2 ધારાસભ્યોના સમર્થનથી ભાજપ સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. ગોવામાં પહેલીવાર આમ આદમી પાર્ટીના બે ઉમેદવારોએ જીત નોંધાવી છે. તો બીજી તરફ કોંગ્રેસને 11 સીટો પર જીત મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news