ઉત્તર પ્રદેશમાં પ્રચંડ જીત બાદ પ્રધાનમંત્રીને મળ્યા CM યોગી, PM એ પ્રશંસામાં કરી આ વાત

ઉત્તર પ્રદેશમાં ભાજપની જીત સુનિશ્વિત કર્યા બાદ સીએમ યોગી હાલ દિલ્હીમાં છે. અહીં તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી છે. સૂત્રોનું માનીએ તો આ બેઠક લગભગ 2 કલાક ચાલી અને આ બેઠકમાં ઉત્તર પ્રદેશમાં આગામી સરકારે રચન અને તમામ નીતિઓ પર ચર્ચા થઇ છે. 

ઉત્તર પ્રદેશમાં પ્રચંડ જીત બાદ પ્રધાનમંત્રીને મળ્યા CM યોગી, PM એ પ્રશંસામાં કરી આ વાત

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં ભાજપની જીત સુનિશ્વિત કર્યા બાદ સીએમ યોગી હાલ દિલ્હીમાં છે. અહીં તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી છે. સૂત્રોનું માનીએ તો આ બેઠક લગભગ 2 કલાક ચાલી અને આ બેઠકમાં ઉત્તર પ્રદેશમાં આગામી સરકારે રચન અને તમામ નીતિઓ પર ચર્ચા થઇ છે. 

CM યોગીએ PM મોદી સાથે કરી મુલાકાત
CM યોગી સાથે મુલાકાત બાદ પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું, આજે યોગી આદિત્યનાથજી સાથે મુલાકાત થઇ. તેમને ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીતની શુભેચ્છા પાઠવી હતી. ગત 5 વર્ષોમાં તેમને જન-આકાંક્ષાઓને પુરી કરવા માટે અથાગ પરિશ્રમ કર્યો છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં તે રાજ્યને વિકાસની તરફ વધુ ઉંચાઇઓ પર લઇ જશે. 

ઉપરાષ્ટ્રપતિને મળ્યા CM યોગી
યોગી આદિત્યનાથે પોતાના દિલ્હી પ્રવાસ દરમિયાન પીએમને મળતાં પહેલા રવિવારે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ અને ભાજપ મહાસચિવ બી એલ સંતોષ સાથે મુલાકાત કરી. ત્યારબાદ તે પીએમ મોદીને મળ્યા અને પછી તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા ગયા. માનવામાં આવી રહ્યું છે કે યોગી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સાથે મુલાકાત કરી શકે છે. 

2 દિવસ દિલ્હીમાં જ રોકાશે CM!
મુખ્યમંત્રીના રૂપમાં સતત બીજા કાર્યકાળ માટે શપથ લેવાની તૈયારી કરી રહેલા આદિત્યનાથ, અમિત શાહ અને જેપી નડ્ડા સહિત પાર્ટીના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરી સરકાર બનાવવાને લઇને ચર્ચા કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે યોગી આદિત્યનાથ 2 દિવસ સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં જ રોકાશે. 

ભાજપની પ્રચંડ જીત
ભાજપને રજ્યની 403 સભ્યોવાળી વિધાનસભા માટે તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં 255 સીટો પ્રાપ્ત થઇ હતી અને તેમના 2 સહયોગી દળે 18 સીટો પર જીતી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ જીત સથે આદિત્યનાથનું કદ વધી ગયું છે, કારણ કે રાજ્યમાં ભાજપ પુન: જીતવાના પ્રયાસોમાં કેન્દ્રમાં તેમનું નેતૃત્વ હતું.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news