Grievance Redressal Officer ની નિયુક્તિ માટે ટ્વિટરે હાઈકોર્ટ પાસે માંગ્યો 8 સપ્તાહનો સમય

ટ્વિટર દ્વારા હાઈકોર્ટને એક એફિડેવિટમાં જણાવાયું છે કે કંપની ભારતમાં Liaison Office પણ બનાવી રહી છે. જે કંપનીનું પરમેનન્ટ ફિઝિકલ કોન્ટેક્ટ એડ્રસ રહેશે.

Grievance Redressal Officer ની નિયુક્તિ માટે ટ્વિટરે હાઈકોર્ટ પાસે માંગ્યો 8 સપ્તાહનો સમય

નવી દિલ્હી: માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે ગુરુવારે દિલ્હી હાઈકોર્ટને સૂચિત કર્યું છે કે કંપની ગ્રીવાન્સ રિડ્રેસલ ઓફિસર (Grievance Redressal Officer) ની નિયુક્તિ કરવામાં ઓછામાં ઓછા 8 અઠવાડિયા લેશે. 

Liaison Office બનાવે છે ટ્વિટર
ટ્વિટર દ્વારા હાઈકોર્ટને એક એફિડેવિટમાં જણાવાયું છે કે કંપની ભારતમાં Liaison Office પણ બનાવી રહી છે. જે કંપનીનું પરમેનન્ટ ફિઝિકલ કોન્ટેક્ટ એડ્રસ રહેશે. ટ્વિટરે હાઈકોર્ટને જણાવ્યું કે નવા આઈટી નિયમો હેઠળ કંપની 11 જુલાઈ સુધીમાં પોતાનો પહેલો કમ્પલાયન્સ રિપોર્ટ રજુ કરશે. 

નવા આઈટી નિયમોના પાલન પર કહી આ વાત
ટ્વિટર ઈંક ઈન્ડિયા યૂનિટે કોર્ટમાં કહ્યું છે કે તેમણે એક વચગાળાના ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરને એપોઈન્ટ કર્યા છે અને આ સિવાય જલદી કંપની બે અન્ય એક્ઝિક્યૂટિવને પણ થોડા સમય માટે નિયુક્ત કરશે જેથી કરીને દેશના નવા આઈટી નિયમોનું પાલન થાય. આ સાથે ટ્વટિરે જણાવ્યું કે કંપનીએ 3 પદો માટે જોબ ઓપનિંગ પોસ્ટ કરી છે. 

ટ્વિટરનો આ જવાબ એ કેસ અંગે આવ્યો છે જેમાં એક યૂઝરે કહ્યું હતું કે તે કેટલીક અપમાનજનક ટ્વીટ્સને લઈને ફરિયાદ નોંધાવવા માંગે છે. આ મામલે એવું પણ કહેવાયું કે કંપની નવા આઈટી નિયમોનું પાલન કરી રહી નથી. 

હાઈકોર્ટે જતાવી હતી નારાજગી
તે પહેલા હાઈકોર્ટે ગ્રીવાન્સ રિડ્રેસલ ઓફિસરની નિયુક્તિમાં થઈ રહેલા વિલંબને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે ગ્રીવાન્સ ઓફિસરની નિયુક્તિ નહીં કરીને ટ્વિટર નવા આઈટી નિયમોનો ભંગ કરી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news