મોદી ગ્લોબલ લીડર! ફિજીનું સર્વોચ્ચ સન્માન મળ્યું, મોદી નસીબવાળા એમ જ નથી મળતું આ બહુમાન

PM Modi in Papua New Guinea: આ સાથે જ Papua New Guineaએ PM મોદીને પેસિફિક ટાપુ દેશોની એકતા અને વૈશ્વિક દક્ષિણનું નેતૃત્વ કરવા બદલ 'કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ લોગોહુ'થી સન્માનિત કર્યા છે.

મોદી ગ્લોબલ લીડર! ફિજીનું સર્વોચ્ચ સન્માન મળ્યું, મોદી નસીબવાળા એમ જ નથી મળતું આ બહુમાન

PM Modi's visit to Papua New Guinea: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની પાપુઆ ગિનીની મુલાકાત દરમિયાન બે મહત્વપૂર્ણ સન્માનોથી નવાજવામાં આવ્યા છે. તેમને વૈશ્વિક નેતૃત્વ માટે ફિજીના વડા પ્રધાન દ્વારા ફિજીનું સર્વોચ્ચ સન્માન, 'કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી' એનાયત કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ સન્માન અત્યાર સુધી માત્ર કેટલાક નોન-ફિજી લોકોને મળ્યું છે. પીએમ મોદીએ કહ્યું, 'આ સન્માન માત્ર મારું નથી પરંતુ 140 કરોડ ભારતીયોનું છે, ભારત અને ફિજીના વર્ષો જૂના સંબંધો છે. આ માટે હું તમારો અને રાષ્ટ્રપતિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

આ સાથે પપુઆ ન્યુ ગિનીએ પેસિફિક ટાપુ દેશોની એકતા અને વૈશ્વિક દક્ષિણનું નેતૃત્વ કરવા બદલ પીએમ મોદીને 'કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ'થી સન્માનિત કર્યા. બહુ ઓછા બિન-પાપુઆ ન્યુ ગિનીના રહેવાસીઓને આ સન્માન મળ્યું છે.

PM મોદી પાપુઆ ન્યુ ગિનીમાં-
પીએમ મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં જાપાનથી પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા છે. PM મોદીએ જાપાનમાં G-7 સમિટમાં હાજરી આપી હતી.

પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું-
રવિવારે પપુઆ ન્યુ ગિની પહોંચતા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મરાપેએ પીએમ મોદીના ચરણ સ્પર્શ કરીને તેમનું સન્માન કર્યું છે.

પીએમ મોદીને આવકારવા માટે પાપુઆ ન્યુ ગિનીએ પોતાની એક પરંપરા તોડી. વાસ્તવમાં, આ દેશમાં સૂર્યાસ્ત પછી આવતા કોઈ પણ નેતાનું ઔપચારિક સ્વાગત કરવામાં આવતું નથી, પરંતુ પીએમ મોદી માટે તે એક અપવાદ હતો અને તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કોઈ ભારતીય વડાપ્રધાનની પાપુઆ ન્યુ ગિનીની આ પ્રથમ મુલાકાત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news