ભાજપ સંગઠનમાં મોટા પાયે ફેરફાર થશે : બદલાઈ શકે છે નડ્ડાની ટીમ, આ રાજ્યોને થશે ફાયદો

ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, આ વરસે નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણી છે અને પછી છ મહિનામા લોકસભાની ચૂંટણી આવશે તેથી તેને ધ્યાનમાં રાખીને નડ્ડા સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરીને કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપશે. જે રાજ્યોમાં ચૂંટણી છે એ રાજ્યોના નેતાઓને સરકાર અને સંગઠનમાં સ્થાન મળે તેવી સંભાવના છે. 

ભાજપ સંગઠનમાં મોટા પાયે ફેરફાર થશે : બદલાઈ શકે છે નડ્ડાની ટીમ, આ રાજ્યોને થશે ફાયદો

ઝી બ્યૂરો, અમદાવાદઃ દેશમાં ભલે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બદલાયા નથી પણ ટીમમાં ધરખમ ફેરફારો થાય તેવી સંભાવના છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખપદે જે.પી. નડ્ડાને રીપીટ કરી દેવાયા પછી હવે નડ્ડા નવી ટીમ બનાવશે કે હાલની ટીમથી જ કામ ચલાવશે એ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. નડ્ડા પાસેની આ ટીમ મજબૂત છે કારણ કે ભાજપને એક પણ રાજ્યમાં હારનો સામનો કરવો પડ્યો નથી. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, આ વરસે નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણી છે અને પછી છ મહિનામા લોકસભાની ચૂંટણી આવશે તેથી તેને ધ્યાનમાં રાખીને નડ્ડા સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરીને કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપશે. જે રાજ્યોમાં ચૂંટણી છે એ રાજ્યોના નેતાઓને સરકાર અને સંગઠનમાં સ્થાન મળે તેવી સંભાવના છે. 

આ પણ ખાસ વાંચોઃ

પહેલાં એવી વાત હતી કે, મોદી કેબિનેટમાં ફેરફારો કરીને કેટલાક મંત્રીઓને સંગઠનમાં લવાશે પણ અત્યારે એવી શક્યતા દેખાતી નથી. તેના બદલે ૨૦૨૪ પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એવાં રાજ્યોમાંથી સંગઠનમાં કામ કરી ચૂકેલા કેટલાક સક્ષમ નેતાઓને રાષ્ટ્રીય સ્તરે લાવવાની વ્યૂહરચના અપનાવાશે અને તેમને ચૂંટણી છે એવાં રાજ્યોમાં સંગઠનને મજબૂત કરવાની કામગીરી સોંપાશે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે.  આ માટેની યાદી પણ તૈયાર કરી દેવાઈ છે. મોદી અને અમિત શાહ મંજૂરીની મહોર મારે તેની રાહ જાઈ રહી છે.

આ પણ ખાસ વાંચોઃ

હાલમાં મોદી અને શાહ માટે સૌથી મોટો ટાસ્ક એ લોકસભાની ચૂંટણી છે. 9 રાજ્યોની ચૂંટણી પહેલાં ભાજપે લોકસભાની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારમાં ફેરફાર નહીં થાય તો ભાજપ સંગઠનમાં ફેરફાર કરી શકે છે. જેને પગલે આગામી દિવસોમાં ભાજપમાં નવાજૂની થવાના એંધાણ છે. શક્યતાઓ એવી પણ છેકે, ગુજરાતના દિગ્ગજ નેતાને કેન્દ્રમાં મોટી જવાબદારી સોંપાઈ શકે છે. જોકે, આખરી નિર્ણય પીએમ મોદી જ લેશે કે કોને કઈ જવાબદારી સોંપવી. 

આ પણ ખાસ વાંચોઃ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news