40 હજાર નાગાસાધુઓના બલિદાનથી થથરી ગયો હતો ઔરંગઝેબ! જ્ઞાનવાપીમાં ન દોહરાવી આ ભૂલ

ઈતિહાસ, રિસર્ચર્સ દ્વારા કરાયેલા રિસર્ચ અને વિવિધ પુસ્તકોના આધારે ઔરંગઝેબે ભારતમાં અનેક હિન્દુ મંદિરો તોડ્યા. 1664માં ઔરંગઝેબે વારાણસીમાં આવેલા હિન્દુઓની અસીમ આસ્થાના કેન્દ્ર  કાશી વિશ્વનાથ મંદિર પર હુમલો કર્યો. ભગવાન શિવને સમર્પિત આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાં સામેલ છે. પરંતુ મહાનિર્વાણી અખાડાના નાગા સાધુઓ આગળ મુઘલ સેના ટકી શકી નહીં. 

40 હજાર નાગાસાધુઓના બલિદાનથી થથરી ગયો હતો ઔરંગઝેબ! જ્ઞાનવાપીમાં ન દોહરાવી આ ભૂલ

Gyanvapi ASI Report: જ્ઞાનવાપીનો ASI રિપોર્ટ હવે સાર્વજનિક થઈ ગયો છે. જેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે અહીં મસ્જિદ નહીં પરંતુ ભવ્ય મંદિર જ હતું. રિપોર્ટમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે અહીં મળેલા સ્તંભ અને તેના પર કરાયેલું નક્શીકામ હિન્દુ ધર્મના પ્રતિક ચિન્હો દર્શાવે છે કે અહીં ભવ્ય મંદિર હતું. જ્ઞાનવાપીના મંદિર હ ોવાના 32 પુરાવા મળ્યા છે. આ પુરાવા ચીસો પાડીને કહે છે કે જ્ઞાનવાપી મંદિર હતું અને તેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. ભારતમાં હજારો મંદિર તોડવામાં આવ્યા અને તેમાંથી અનેકને મસ્જિદમાં ફેરવી દેવાઈ. જ્ઞાનવાપી મામલે પણ ઔરંગઝેબે આમ જ કર્યું. અહીં મંદિર તોડવાના આદેશની સાથે સાથે હાથોહાથ મસ્જિદ બનાવવાનો આદેશ પણ આપી દેવાયો. જ્યારે તેની બરાબર બાજુમાં બનેલા કાશી વિશ્વનાથ મંદિર મામલે ઔરંગઝેબે આમ નહતું કર્યું. આજુબાજુમાં બનેલા આ બે મંદિરોને લઈને 2 અલગ અલગ રણનીતિ રાખવા  પાછળ એક ખાસ કારણ હતું. 

કાશી વિશ્વનાથ અને જ્ઞાનવાપી અંગે અલગ રણનીતિ
ઈતિહાસ, રિસર્ચર્સ દ્વારા કરાયેલા રિસર્ચ અને વિવિધ પુસ્તકોના આધારે ઔરંગઝેબે ભારતમાં અનેક હિન્દુ મંદિરો તોડ્યા. 1664માં ઔરંગઝેબે વારાણસીમાં આવેલા હિન્દુઓની અસીમ આસ્થાના કેન્દ્ર  કાશી વિશ્વનાથ મંદિર પર હુમલો કર્યો. ભગવાન શિવને સમર્પિત આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાં સામેલ છે. પરંતુ મહાનિર્વાણી અખાડાના નાગા સાધુઓ આગળ મુઘલ સેના ટકી શકી નહીં. 

ઇતિહાસકાર અને લેખક જદુનાથ સરકારના પુસ્તક 'એ હિસ્ટ્રી ઓફ દશનામી નાગા સન્યાસીઓ' માં એ વાતનું વર્ણન મળે છે. આ પુસ્તક મુજબ નાગા સાધુઓએ યુદ્ધમાં પોતાને નાયક સાબિત કર્યા અને વીરતાથી લડ્યા. તેમણે કાશી વિશ્વનાથના સન્માનની રક્ષા કરી. આ માટે 40 હજાર નાગા સાધુઓએ પોતાના જીવ આપી દીધા. પરંતુ મુઘલોને કાશી વિશ્વનાથથી દૂર રાખ્યા. 

5 વર્ષ બાદ ફરીથી કર્યો હુમલો
5 વર્ષ બાદ 1669માં ઔરંગઝેબે ફરીથી વારાણસી પર હુમલો કર્યો અને આ વખતે કાશી વિશ્વનાથ નજીક જ્ઞાનવાપી મંદિરને નિશાન બનાવ્યું. આ મંદિરમાં જઈને તોડફોડ કર્યા બાદ ઔરંગઝેબે ત્યાં તરત મસ્જિદ બનાવવાના આદેશ આપી દીધા. 

આવું એટલા માટે જેથી કરીને હિન્દુ તરત આવીને અહીં મંદિર બનાવી શકે નહીં. ઔરંગઝેબ જાણતો હતો કે મંદિર હિન્દુઓની આસ્થા અને ભાવનાઓ સાથે જોડાયેલા છે. જો મંદિરને ફક્ત ધ્વસ્ત કરીને છોડી દેવામાં આવશે તો હિન્દુઓ તેનું પુર્નનિર્માણ કરવામાં વાર નહીં લગાવે. આથી તેણે ત્યાં તરત મસ્જિદનું નિર્માણ કરાવ્યું. ઔરંગઝેબે પોતાની આ રણનીતિ અન્ય મંદિરો મામલે પણ અપનાવી. તેના પગલે દેશના અનેક મંદિર મસ્જિદમાં ફેરવાઈને પોતાની ઓળખ ગુમાવી બેઠા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news