Gyanvapi Masjid case : જ્ઞાનવાપી કેસમાં જિલ્લા જજની કોર્ટમાં આજની કાર્યવાહી પૂરી, હવે 26 મેએ આગામી સુનાવણી

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના મામલા પર જિલ્લા જજ પહેલા કેસની વૈધતા પર સુનાવણી કરશે. તે માટે 26 મેની તારીખ નક્કી કરવામાં આવી છે. 

Gyanvapi Masjid case : જ્ઞાનવાપી કેસમાં જિલ્લા જજની કોર્ટમાં આજની કાર્યવાહી પૂરી, હવે 26 મેએ આગામી સુનાવણી

વારાણસીઃ વારાણસી જિલ્લા કોર્ટમાં આજે જ્ઞાનવાપી મામલે સુનાવણી થઈ હતી. આ મામલા પર સૌથી પહેલા કેસની કાયદેસરતાના મામલા પર સુનાવણી થશે. કાયદેસરતાની માંગ મુસ્લિમ પક્ષે કરી હતી. વારાણસીની જિલ્લા જજની કોર્ટમાં મંગળવારે સતત બીજા દિવસે સુનાવણી થઈ હતી. બંને પક્ષો તરફથી માત્ર બે પાસા પર ચર્ચા થઈ હતી. 

મુસ્લિમ પક્ષ ઈચ્છતો હતો કે પહેલા સિવિલ પ્રક્રિયા આદેશ 07, નિયમ 11 હેઠળ તે નક્કી થાય કે મામલાની સુનાવણી થઈ શકે કે નહીં. તો હિન્દુ પક્ષ ઈચ્છતો હતો કે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો સર્વે રિપોર્ટ અને તેના પર આવેલા વાંધા સાથે જોડાયેલા મુદ્દા પર સુનાવણી થાય. હવે 26 મેએ પહેલા કાયદેસરતા પર સુનાવણી થશે. 

સર્વોચ્ચ કોર્ટના આદેશ પર જિલ્લા જજ ડો. અજય કુમારની કોર્ટમાં સોમવારે સુનાવણી શરૂ થઈ હતી. આશરે 45 મિનિટ સુધી સુનાવણી બાદ કોર્ટે મંગળવાર સુધી મામલાને ટાળી દીધો હતો. 

સુપ્રીમ કોર્ટે તે પણ નિર્દેશ આપ્યો હતો કે આદેશ 07 નિયમ 11 સંબંધી અરજી પર પ્રાથમિકતાના આધાર પર સુનાવણી થાય. કોર્ટે સ્થાનીક અદાલત દ્વારા ઇંગિત કરાયેલા શિવલિંગ સ્થળની સુરક્ષા કરવાના પાછલા આદેશને યથાવત રાખ્યો હતો. સાથે વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટને નમાજ માટે યોગ્ય વઝૂ સુવિધાની વ્યવસ્થા કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news