જ્ઞાનવાપી મસ્જિદ સરવે: હિન્દુ પક્ષનો મોટો દાવો- 'જેમની પ્રતિક્ષા નંદી કરી રહ્યા હતા, તે બાબા મળી ગયા'

જ્ઞાનવાપી મસ્જિદના સરવેનું કાર્ય આજે પૂર્ણ થયું. આ દરમિયાન હિન્દુ પક્ષ દ્વારા મોટો દાવો કરાયો છે. તેમના દાવા મુજબ બાબા (શિવલિંગ) મળી ગયા છે. જે વિચાર્યું તેના કરતા વધુ પ્રમાણ મળી આવ્યા છે. તેમના કહેવા મુજબ ત્યાં હર હર મહાદેવના નારા પણ લાગ્યા હતા.

જ્ઞાનવાપી મસ્જિદ સરવે: હિન્દુ પક્ષનો મોટો દાવો- 'જેમની પ્રતિક્ષા નંદી કરી રહ્યા હતા, તે બાબા મળી ગયા'

Gyanvapi Masjid Survey: જ્ઞાનવાપી મસ્જિદના સરવેનું કાર્ય આજે પૂર્ણ થયું. આ દરમિયાન હિન્દુ પક્ષ દ્વારા મોટો દાવો કરાયો છે. તેમના દાવા મુજબ બાબા (શિવલિંગ) મળી ગયા છે. જે વિચાર્યું તેના કરતા વધુ પ્રમાણ મળી આવ્યા છે. અત્રે જણાવવાનું કે આજે સરવેનું કામ પૂરું થયું છે અને હવે કાલ સુધીમાં કોર્ટમાં આ સરવેનો રિપોર્ટ જમા કરાવવાનો રહેશે.

હિન્દુ પક્ષનો મોટો દાવો
જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં હિન્દુ પક્ષના સભ્ય સોહનલાલે સરવે બાદ મોટો દાવો કરીને ખળભળાટ મચાવ્યો છે. તેમણે કહ્યું કે જ્ઞાનવાપીમાં જેટલું વિચાર્યું હતું તેના કરતા વધુ પુરાવા મળી આવ્યા છે. ત્યાં મળેલા પુરાવાને જોઈને લોકો નાચવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે જેની પ્રતિક્ષા નંદી કરી રહ્યા હતા તેઓ મળી ગયા. દાવા મુજબ જ્ઞાનવાપી મસ્જિદમાં જે તળાવરૂપી કૂવો છે તેમાંથી આ શિવલિંગ મળ્યું છે. ત્યારબાદ ત્યાં 'હર હર મહાદેવ'ના નારા પણ લાગ્યા હતાં. હિન્દુ પક્ષના વકીલે કહ્યું કે અમે જે દાવો પ્રસ્તુત  કર્યો હતો તમામ પુરાવા અમારા પક્ષમાં છે. તળાવમાંથી પાણી હટાવવામાં આવ્યું હતું જે અંગે અમે કહ્યું કે હતું. તમે  એ સમજી લો કે બાબા આજે પ્રગટ થઈ ગયા છે. આપણને દર્શન આપી દીધા છે એવું સમજી લો. આગળની કાર્યવાહી કોર્ટ કરશે. હિન્દુ પક્ષા વકીલ વિષ્ણુ જૈને  એમપણ કહ્યું હતું કે કૂવાની અંદરથી સરવે દરમિયાન શિવલિંગ મળ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે હવે તે શિવલિંગનું પ્રોટેક્શન લેવા માટે સિવિલ કોર્ટ જઈ રહ્યા છીએ.

— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 16, 2022

આ મામલે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને દાવો કરતાકહ્યું કે અમને શિવલિંગ મળી આવ્યું છે. ત્યારબાદ થોડીવાર પછી હિન્દુ પક્ષના અન્ય વકીલ મદન મોહન યાદવે કહ્યું કે વજૂખાનામાંથી શિવલિંગ મળ્યું છે. તેમનો દાવો છે કે આ શિવલિંગ નંદીજીની સામે છે અને બધુ પાણી કાઢીને જોવામાં આવ્યું છે. શિવલિંગ 12 ફૂટ 8 ઈંચનું છે. જે ખુબ અંદર ઊંડાણ સુધી છે. શિવલિંગ મળ્યું તો લોકો ઝૂમી ઉઠ્યા હતા અને નારા લગાવવા લાગ્યા હતા. વારાણસી કોર્ટમાં હિન્દુ પક્ષના વકીલે માગણી કરી કે સીઆરપીએફને અંદર મોકલીને તે વિસ્તારને સીલ કરવામાં આવે. ડીએમને તત્કાળ આ આદેશ આપવામાં આવે. 

મુસ્લિમ પક્ષે દાવો નકાર્યો
શિવલિંગ મળ્યા મામલે મુસ્લિમ પક્ષે કહ્યું કે એવું કઈ નથી. અમે તમામ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરીશું. 

અત્રે જણાવવાનું કે સૂત્રોના જણાવ્યાં મુજબ આજે સરવેની ટીમ નંદી સામે બનેલા કૂવા તરફ આગળ વધી હતી. વોટર રેસિસ્ટન્ટ કેમેરા કૂવામાં નાખીને વીડિયોગ્રાફી કરવામાં આવી છે. આ અગાઉ રવિવારે થયેલા સરવેમાં પક્ષમી દીવાલ, નમાઝ સ્થળ, વજૂ સ્થળ ઉપરાંત ભોયરાનો પણ સરવે કરવામાં આવ્યો હતો. સોહનલાલે મસ્જિદના પશ્ચિમી ભાગની પણ તપાસ કરાવવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે આ ભાગની પણ તપાસ થવી જોઈએ. ત્યાં શ્રૃંગાર ગૌરીની અન્ય પ્રતિમાઓ મળી આવશે. અત્રે જણાવવાનું કે આ મામલે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્માએ કહ્યું કે સરવેનો રિપોર્ટ 17મીએ રજૂ કરવાનો રહેશે. 

No description available.

DMનું નિવેદન
જ્ઞાનવાપી મસ્જિદ સરવે પર વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્માનું પણ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે રિપોર્ટ કોર્ટમાં 17મીએ રજૂ કરાશે. આજે ખુબ સંક્ષિપ્ત કાર્યવાહી થવાની હતી, તે પૂરી થઈ ગઈ છે. સરવે પર વારાણસીના પોલીસ કમિશનર એ. સતીષ ગણેશે કહ્યું કે અમારા દ્વારા વ્યાપક સ્તરે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી જેના અનેક તબક્કા હતા. અમે લોકોએ પક્ષો સાથે સતત બેઠક કરી. એ કોર્ટનો આદેશ હતો. જેમાં તમામના સહયોગની અપેક્ષા હતી. શહેરમાં દરેક પોલીસ મથક પર લોકો સાથે સંવાદ કરીને લોકો વચ્ચે જે ભ્રમ હતા તે દૂર કર્યા. આ ત્રણ દિવસની કાર્યવાહી હતી જે આજે પૂરી થઈ. સરવે આદર્શ વાતાવરણમાં થયો જેમાં કાયદા વય્વસ્થાની કોઈ પણ સ્થિતિ કોઈ પણ પ્રકારે પ્રભાવિત નઈ નથી. 

જ્ઞાનવાપી મામલે આવતી કાલે સુપ્રીમમાં સુનાવણી
બીજી બાજુ જ્ઞાનવાપી મસ્જિદ સરવે મામલે સુપ્રીમ કોર્ટમાં આવતી કાલે સુનાવણી હાથ ધરાશે. મસ્જિદનો સરવે કરાવવાના વારાણસી કોર્ટના આદેશ વિરુદ્ધ અંજુમન મસ્જિદ કમિટીની અરજી જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વવાળી બેન્ચમાં આવતી કાલે સુનાવણી થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news