હલદ્વાની હિંસામાં 4 લોકોના જીવ ગયા, જો કે મોતનું કારણ હજુ સ્પષ્ટ નથી, ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારવાના આદેશ
ઉત્તરાખંડના હલદ્વાનીમાં જ્યારે નગર નિગમ ગેરકાયદેસાર મસ્જિદ અને મદરેસા પર કાર્યવાહી કરવા પહોંચ્યું તો હિંસા ભડકી ગઈ. સ્થિતિ એટલી વણસી ગઈ કે ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારવાના આદેશ અપાયા છે. હલદ્વાનીમાં ગેરકાયદેસર નિર્માણ પર કાર્યવાહી કરવી પ્રશાસનને ભારે પડશે એવું તો ખુદ નગર નિગમના કર્મચારીઓને પણ જાણ નહીં હોય.
Trending Photos
ઉત્તરાખંડના હલદ્વાનીમાં જ્યારે નગર નિગમ ગેરકાયદેસાર મસ્જિદ અને મદરેસા પર કાર્યવાહી કરવા પહોંચ્યું તો હિંસા ભડકી ગઈ. સ્થિતિ એટલી વણસી ગઈ કે ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારવાના આદેશ અપાયા છે. હલદ્વાનીમાં ગેરકાયદેસર નિર્માણ પર કાર્યવાહી કરવી પ્રશાસનને ભારે પડશે એવું તો ખુદ નગર નિગમના કર્મચારીઓને પણ જાણ નહીં હોય. તેઓ નહતા જાણતા કે ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર કાર્યાહીનો જવાબ તેમને પથ્થરબાજીથી મળશે. પ્રશાસને તેને તોડી તો નાખ્યું પરંતુ ત્યારબાદ હલદ્વાનીમાં સ્થિતિ વણસી તે ચોંકાવનારું છે.
4 લોકોના મોત
મળતી માહિતી મુજબ હલદ્વાનીમાં હિંસામાં 4 લોકોના જીવ ગયા છે. જો કે મોતના કારણની હજુ સ્પષ્ટ જાણકારી નથી. પોલીસ મામલાની તપાસ કરી કરી રહી છે. મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તૈયારી છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ મોતના કારણનો ખુલાસો થશે.
તોફાનીઓ પર UAPA લાગશે
હલદ્વાની નગર આયુક્તનું કહેવું છે કે તોડી પડાયેલી મદરેસા અને નમાજની જગ્યા સંપૂર્ણ રીતે ગેરકાયદેસર હતી. તેમણે જણાવ્યું કે આ જગ્યા પાસે 3 એકર જમીન પર નગર નિગમે પહેલા જ કબજો કરી લીધો હતો અને તોડી પડાયેલા ગેરકાયદેસરની મદરેસાની સાથે નમાજ સ્થળને પણ સીલ કરી દીધુ હતું. આ બુલડોઝર કાર્યવાહી બાદ હિંસાની શરૂઆત થઈ. હલદ્વાનીમાં હિસા બાદ હવે પ્રસાસન ઉપદ્રવીઓ પર કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. પ્રશાસને તોફાનીઓને શોધીને તેમના પર UAPA લગાવવાનો નિર્ણય કર્યો છે.
જોતા જ ગોળી મારવાનો આદેશ
હલદ્વાનીમાં તોફાનીઓએ પ્રશાસન અને પોલીસ પર ખુબ પથ્થરમારો કર્યો. પરંતુ હવે તેમને આ પથ્થરમારો ભારે પડવાનો છે. પ્રશાસને ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. હિંસાગ્રસ્ત વિસ્તારમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. શાળા, કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ આગામી આદેશ સુધી બંદ રહેશે. દુકાનો આગામી આદેશ સુધી બંધ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે