Haldwani Violence: પોલીસકર્મીઓને જીવતા બાળી મૂકવા માટે આવી હતી ભીડ, નૈનીતાલના DM એ શું કહ્યું તે જાણો
Nainital DM Vandana Singh On Haldwani Violence: નૈનીતાલના જિલ્લાધિકારી વંદના સિંહે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને શહેરની શાંતિ ભંગ કરનારા બનભૂલપુરાના ઉપદ્રવીઓની પોલ ખોલીને મૂકી દીધી.
Trending Photos
Nainital DM Vandana Singh On Haldwani Violence: ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ગઈ કાલે સાંજે જે પણ કઈ થયું તેની પૂરેપૂરી તૈયારી કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જ આજુબાજુના ઘરોના ધાબે પથ્થરો રાખવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનને પણ ફૂંકવાની કોશિશ કરાઈ હતી. ભીડ પોલીસકર્મીઓને જીવતા બાળી મૂકવા માટે આવી હતી. નૈનીતાલના જિલ્લાધિકારી વંદના સિંહે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને શહેરની શાંતિ ભંગ કરનારા બનભૂલપુરાના ઉપદ્રવીઓની પોલ ખોલીને મૂકી દીધી.
તેમણે જણાવ્યું કે ગઈ કાલે અતિક્રમણ હટાવવાની કાર્યવાહી શરૂ કરતા જ ભીડ ભેગી થવાનું શરૂ થઈ ગયું હતું. પોલીસ મથક પર પેટ્રોલ બોમ્બ ફેંકાયા. પોલીસ મથકની બહાર ગાડીઓ ફૂંકી મારી. ત્યાં હાજર પોલીસ અધિકારીઓ પર હુમલો એવા સમયે કરાયો જ્યારે ફોર્સ એકદમ શાંત હતી. નૈનીતાલના જિલ્લાધિકારીએ આજે જણાવ્યું કે ઉપદ્રવીઓની પહેલેથી તૈયારી હતી. કારણ વગર પોલીસ ટીમ પર હુમલો કરાયો. પોલીસ મથકમાં હજાર પોલીસકર્મીઓને જીવતા બાળી મૂકવાની કોશિશ કરવામાં આવી. ડીએમએ વીડિયો દેખાડીને કહ્યું કે થોડા સમય પહેલા આ વિસ્તારના ઘરોના ધાબા ખાલી હતા. જો કે ગઈ કાલે આગચંપી શરૂ થયા બાદ જ્યારે ડ્રોનથી તસવીરો લેવામાં આવી તો ધાબા ખાલી નહતા.
पेट्रोल बम और लाइटर.. देखिए वो हथियार जिससे पुलिस को जिंदा जलाना चाहते थे दंगाई
▶️हल्द्वानी से ग्राउंड के हालात दिखा रहे हैं @ZEENEWS संवाददाता शिवांक मिश्रा #NainitalDM #VandanaSingh #HaldwaniRiots #HaldwaniNews #HaldwaniViolence #UttarakhandPolice #PushkarSinghDhami… pic.twitter.com/qbGhbl9WwY
— Zee News (@ZeeNews) February 9, 2024
કોઈ એક સંપત્તિ ટાર્ગેટ નહીં
ડીએમએ જણાવ્યું કે 15-20 દિવસથી હલ્દ્વાનીના અલગ અલગ વિસ્તારોમાં અતિક્રમણ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. સરકારી સંપત્તિઓથી ગેરકાયદેસર કબજો હટાવવામાં આવી રહ્યો છે. સરકારી સંપત્તિઓને સુરક્ષિત કરવામાં આવી રહી છે. તમામને નોટિસ મોકલવામાં આવી. સુનાવણીની તક અપાઈ. કેટલાક લોકો હાઈકોર્ટ ગયા. જ્યારે તેમને સમય ન મળ્યો ત્યારે ત્યાં વિભાગોએ ડિમોલિશન અભિયાન ચલાવ્યું. આ કોઈ એક વિસ્તાર કે એક સરકારી સંપત્તિને ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવવા માટેની કાર્યવાહી નહતી.
હવે તે જ્ગ્યા વિશે જાણો
ડીએમ વંદના સિંહે જણાવ્યું કે આ ખાલી પ્રોપર્ટી છે. તેમાં બે સ્ટ્રક્ચર છે. આ ન તો ક્યાંય ધાર્મિક સંરચના તરીકે રજિસ્ટર છે કે ન તો કોઈ પણ પ્રકારની માન્યતા પ્રાપ્ત છે. આ સ્ટ્રક્ચરને કેટલાક લોકો મદરેસા કહે છે તો કેટલાક લોકો નમાજ સ્થળ કહે છે. જો કે તેના કાનૂની દસ્તાવેજમાં કોઈ અસ્તિત્વ નથી. ખુલ્લી જગ્યાનો કબજો લઈ લેવામાં આવ્યો હતો અને એક નોટિસ સ્ટ્રક્ચર પર ચીપકાવવામાં આવી હતી. આ વિસ્તાર કથિત રીતે મલિકના બગીચા નામથી ઓળખાય છે. જ્યારે દસ્તાવેજોમાં તેનું ક્યાય નામ નથી. નોટિસમાં ત્રણ દિવસની અંતર અતિક્રમણ હટાવવાના નિર્દેશ અપાયા હતા. 30 તારીખના સ્પષ્ટ નિર્દેશ અપાયા હતા કે દસ્તાવેજ દેખાડો નહીં તો નગર નિગમ દ્વારા હટાવી દેવામાં આવશે. 4 તારીખની નિર્ધારિત તિથિ હતી. 3 તારીખે આજુબાજુના લોકો નગર નિગમ આવ્યા અને ખુબ ચર્ચા કરી. એ લોકોએ હાઈકોર્ટ જવાની તક આપવાની માંગણી કરી. કહેવાયું કે કોર્ટનો જે પણ નિર્ણય હશે તે અમને મંજૂર હશે. અમે સમય ન આપ્યો કારણ કે તે પહેલેથી જ આપેલો હતો.
તે દિવસે સાંજે સંબંધિત પક્ષ એક દસ્તાવેજ લઈને આવ્યો. ડીએમએ કહ્યું કે અમે કોર્ટના 2007ના આદેશને સમજવા માટે સમય લીધો અને તે દિવસે ડિમોલિશનની કામગીરી રોકી. અમે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરી નથી. સ્ટ્રક્ચરને સીલ કરાયું. પીએસી ત્યાં તહેનાત હતી. કોઈ બેઘર થઈ રહ્યું નહતું, ત્યાં કોઈ રહેતું નહતું. આ બધા વચ્ચે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો. બે દિવસ સુનાવણી ચાલી અને કોર્ટે સંબંધિત પક્ષને રાહત આપવાની ના પાડી. ત્યારબાદ કાલે શાંતિપૂર્વક કામગીરી શરૂ કરાઈ હતી. અતિક્રમણ માટે જરૂરી ફોર્સ લગાવવામાં આવી પરંતુ કેટલાક ઉપદ્રવીઓએ અડધા કલાકની અંદર નગર નિગમ પર પથ્થરો મારવાના શરૂ કર્યા.
हल्द्वानी हिंसा पर नैनीताल की DM ने प्रेस कॉन्फ्रेंस में दिखाया वीडियो, कहा - 'जिंदा जलाना चाहते थे'#HaldwaniRiots #HaldwaniNews #HaldwaniViolence #UttarakhandPolice | @JournoPranay pic.twitter.com/eXyRrZUphQ
— Zee News (@ZeeNews) February 9, 2024
પહેલા પથ્થર ફેંકાયા પછી પેટ્રોલ બોમ્બ
ડીએમએ આજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે 30 જાન્યુઆરીના રોજ ધાબા પર પથ્થરો નહતા. કોર્ટની સુનાવણી વખતે ધાબા પર પથ્થરો ભેગા કરાયા જેથી કરીને જ્યારે પણ કાર્યવાહી થાય તો એટેક કરી શકાય. આ પ્રકારે સ્ટેટ મશીનરીને રોકવા માટેનું ષડયંત્ર રચાયું. જો કે કાલે ઓફિસર્સે પોતાની કામગીરી ચાલુ રાખી. ડીએમએ જણાવ્યું કે પહેલા પથ્થર લઈને આવી હતી ભીડ, તેમને વેરવિખેર કરાયા તો ભીડ પછી પેટ્રોલ બોમ્બ લઈને આવી. આગ લગાવીને તેમણે ફેંકવાનું શરૂ કર્યું. તે વખતે પોલીસ કોઈ પણ પ્રકારે બળ પ્રયોગ કરતી નહતી.
ગોળી છોડવાના આદેશ કેમ
જિલ્લાધિકારીએ જણાવ્યું કે પોલીસ સ્ટેશન પર હુમલો થયો ત્યારે બળ પ્રયોગનો આદેશ અપાયો. કર્ફ્યૂ લગાવવામાં આવ્યો. અણારી ટીમોની સુરક્ષાને જોતા સ્થાનિક મેજિસ્ટ્રેટે કમરના નીચેના ભાગે ફાયર કરવાનો આદેશ આપ્યો. ફોર્સનો વધુ ઉપયોગ પોલીસ મથકની સુરક્ષા માટે કરવામાં આવ્યો. નૈનીતાલના ડીએમ વંદના સિંહે આજે મીડિયાને એ એ તમામ વીડિયો અને તસવીરો દેખાડી જેમાં હલ્દ્વાની હિંસાનું આખું ષડયંત્ર સમજી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે