બની રહ્યો છે અનોખો સંયોગ! આવતીકાલે 'જય જલિયાણ'ના નાદથી વીરપુર ગૂંજી ઉઠશે, ભક્તોમાં ઉત્સાહ
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતિને લઈને ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે જે માં ભાવિકોને 225 કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે પૂજ્ય જલારામબાપાની આવતીકાલે જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી થવાની છે, ત્યારે વિરપુરના ગ્રામજનો અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતિને લઈને ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે જે માં ભાવિકોને 225 કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે, આયોજક રવિ ગોટેચાએ જણાવ્યું હતું કે પૂજ્ય જલારામ બાપાએ 200 વર્ષ પહેલા બુંદી અને ગાંઠિયાના પ્રસાદ થી સદાવ્રતની શરૂઆત કરી હતી. જેમને લઈને આ વર્ષે જલાબાપાની 225મી જન્મ જયંતિ હોવાથી 225 કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ શોભાયાત્રામાં ભાવિકોને આપવામાં આવશે. જેમના પેકેટની તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે, પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતિ હોવાથી વીરપુર વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત શ્રી જલારામ બાપાની 225મી જન્મજયંતિ ઉજવવા માટે યાત્રાળુઓ દેશ-વિદેશ તેમજ દૂર દૂર થી જલારામ બાપાના દર્શન કરવા માટે વીરપુર આવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના ઉન ગામેથી 45 જેટલા યુવાનો સાયકલ લઈને 500 કિમિ જેટલું અંતર કાપીને વીરપુર આવી પહોંચ્યા હતા, જલારામ બાપા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા સાયકલ લઈને વીરપુર આવેલા યુવાનો ચાર દિવસ પહેલા સુરત થી સાયકલ યાત્રા શરૂ કરી હતી જે આજ રોજ વીરપુર આવી પહોંચ્યા હતા.
500 કિ.મી જેટલું અંતર કાપીને વીરપુર આવેલા અનમોલભાઈએ જણાવ્યું હતું કે 500 કિમી દૂરથી વીરપુર આવતા રસ્તામાં કોઈપણ જાતની તકલીફો પડી નથી. તેમજ દરરોજના 100થી 150 કિમીનું અંતર સાયકલ કાપી અને જય જલારામના નાંદ સાથે વીરપુર પહોંચીને પૂજ્ય જલાબાપાની 225મી જન્મ જયંતી આગામી શુક્રવારના દિવસે ધામધૂમથી ઉજવી પૂજ્ય જલાબાપાના દર્શન કરીને પોતાના વતન સુરત પાછા ફરસે અને ધન્યતા અનુભવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે