હરસિમરત કૌરનો પલટવાર, 'PM મોદી નામ જણાવે વિપક્ષના ક્યા નેતા આંદોલનમાં બેઠા છે'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ગૃહમાં સંબોધન કર્યુ. તેમણે કિસાન આંદોલનને રાજકીય એજન્ડા પણ ગણાવ્યો. તેના પર પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે પલટવાર કર્યો છે. 
 

હરસિમરત કૌરનો પલટવાર, 'PM મોદી નામ જણાવે વિપક્ષના ક્યા નેતા આંદોલનમાં બેઠા છે'

ચંદીગઢઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભા (PM Modi in Loksabha) મા રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ગૃહને સંબોધિત કર્યુ. આ દરમિયાન પીએમ મોદી (PM Modi) પોતાના પૂરા ફોર્મમાં નજર આવ્યા અને વિપક્ષના એક-એક હુમલાનો જવાબ આપ્યો. તેમણે કિસાન આંદોલનને રાજકીય એજન્ડા ગણાવતા સમજાવ્યું કે, ક્યા પ્રકારે કૃષિમાં સુધાર સમયની માંગ છે. પરંતુ તેમના આ નિવેદન પર રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. 

હરસિમરતે કહ્યું, મોદી જણાવે વિપક્ષના ક્યા નેતા કિસાનો વચ્ચે બેઠા છે
એનડીએના પૂર્વ સહયોગી અકાલી દળ (SAD) ના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે (Harsimrat Kaur Badal) મોદીના હુમલા પર પલટવાર કર્યો છે. હરસિમરે કહ્યુ, કઈ વિપક્ષી પાર્ટીઓ બેઠી છે કિસાનો વચ્ચે? કિસાનોએ સ્પષ્ટ કહ્યું છે કે રાજકીય પાર્ટીઓ અમારા આંદોલનમાં આવશે નહીં. નામ જણાવો ક્યા નેતા બેઠા છે ત્યાં પર 75 દિવસથી?

જે મંત્રી કિસાનોને મળ્યા હતા, તે તેમને ગુંડા બોલીને આવ્યા હતા
હરસિમરતે કહ્યું, મને લાગે છે કે કિસાનોની માંગોને સાંભળવી સમયની જરૂરીયાત છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, પંજાબમાં મંત્રીઓએ જઈને કિસાનો સાથે વાત કરી. તે જણાવી શક્યા હોત કે ક્યા કિસાનો સાથે વાત કરી? જ્યાં સુધી મને યાદ છે, એકમાત્ર મંત્રી જે પંજાબ ગયા તેણે પણ કિસાનોને ગુંડા કહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news