Corona Vaccination : 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને ફ્રી મળશે કોરોના વેક્સિન? જાણો નીતિ આયોગે શું કહ્યું
નીતિ આયોગના સભ્ય અને નેશનલ ટાસ્ક ફોર્સ ફોર COVID-19 ના અધ્યક્ષે સમાચાર એજન્સી આઇએએનએસ સાથે વાત કરતા કહ્યુ કે, આ ઉંમરના લોકો માટે ફ્રી વેક્સિનેશનને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
Trending Photos
નવી દિલ્હીઃ થોડા સપ્તાહમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોરોના (corona) વિરુદ્ધ વેક્સિનેશન શરૂ થવા જઈ રહ્યું છે. તો હજુ સુધી તે વાત પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી કે વેક્સિનેશન ફ્રી થશે કે નહીં. મહત્વનું છે કે હાલ દેશમાં સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રંટલાઇન વર્કર્સનું રસીકરણ નિશુલ્ક કરવામાં આવી રહ્યું છે.
નીતિ આયોગના સભ્ય અને નેશનલ ટાસ્ક ફોર્સ ફોર COVID-19 ના અધ્યક્ષે સમાચાર એજન્સી આઇએએનએસ સાથે વાત કરતા કહ્યુ કે, આ ઉંમરના લોકો માટે ફ્રી વેક્સિનેશનને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યું કે, તેને લઈને રાજ્યના પ્રમુખો સાથે વાત કરવામાં આવશે અને સંભાવનાઓ પર ચર્ચા થશે. તેમણે કહ્યું, અમે પહેલાથી બધા સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રંટલાઇન શ્રમિકોને ફ્રી રસી આપી રહ્યાં છીએ. 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને ફ્રી રસીકરણ અને ખર્ચની વહેંચણીને લઈને રાજ્ય પ્રમુખો અને કેન્દ્ર વચ્ચે બેઠક કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે દેશની 30 કરોડ વસ્તી માટે રસીકરણ માટે ત્રણ કેટેગરી બનાવી છે, જેમાં એક કરોડ સ્વાસ્થ્યકર્મી, બે કરોડ ફ્રંટલાઇન કર્મચારી અને બાકી 27 કરોડ સામાન્ય લોકો સામેલ છે. ત્રીજી કેટેગરીમાં પચાસ વર્ષથી વધુ ઉંમર વાળા અને તે લોકો સામેલ છે જેના કોરોનાથી સંક્રમિત થવાની સંભાવના વધુ છે. સરકાર સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રંટલાઇન શ્રમિકોને ફ્રી રસી ઉપલબ્ધ કરાવી રહ્યું છે જે દેશની કુલ વસ્તીનો 3 કરોડ ભાગ છે.
આ સિવાય પોલે તે વાત પર પણ ચર્ચા કરી કે સરકારે કોવિડની રસી પ્રાપ્ત કરવા માટે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રાથમિકતા આપી છે. તેમણે દાવો કર્યો કે કોરોનાને કારણે થયેલા કુલ મોતોમાંથી 78 ટકા તે લોકો હતા, જેની ઉંમર 50 વર્ષથી વધુની હતી. તેમણે કહ્યું કે, કોવિડ-19 એક વાયરલ બીમારી છે અને ડેટા જણાવે છે કે આ 50 વર્ષથી ઉપરના લોકોને તેનાથી વધુ નુકસાન થવાનો ખતરો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે