હરિયાણા ચૂંટણી: પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા રાહુલ ગાંધીને મળ્યા, ચૂંટણી લડે તેવી સંભાવના

Haryana Assembly Election 2024: પહેલવાન બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. બંનીની મુલાકાતની તસવીર પણ સામે આવી છે. આ મુલાકાત બાદ આ બંને ચૂંટણી લડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

હરિયાણા ચૂંટણી: પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા રાહુલ ગાંધીને મળ્યા, ચૂંટણી લડે તેવી સંભાવના

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 અંગે તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગ્યા છે. આ બધા વચ્ચે પહેલવાન બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. બંનીની મુલાકાતની તસવીર પણ સામે આવી છે. આ મુલાકાત બાદ આ બંને ચૂંટણી લડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. છેલ્લા ઘણા દિવસથી એવી અટકળો હતી કે વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. હવે મુલાકાતની તસવીર સામે આવ્યા બાદ આ વાતની સંભાવના પણ વધતી દેખાય છે. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલે છે કે વિનેશ ફોગાટને દાદરીથી ટિકિટ મળી શકે છે જ્યારે બજરંગ પૂનિયા બાદલીથી ટિકિટ માંગી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ આ સીટની જગ્યાએ તેમને કોઈ જાટ બહુમતીવાળી સીટથી ઉતારવાનું પ્લાનિંગ કરી રહી છે. મંગળવારે હરિયાણાના કોંગ્રેસ પ્રભાવી બાબરિયાએ વિનેશ અંગે કહ્યું હતું કે જલદી તેમના વિશે સ્થિતિ સ્પષ્ટ કરી દેવાશે. 

ઉમેદવારોને લઈને મંથન ચાલુ
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 અંગે તમામ પાર્ટીઓ તૈયારીઓમાં લાગી છે. જ્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામને લઈને મંથન કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી સતત બેઠકો કરી રહી છે. 

અત્રે જણાવવાનું કે સોમવારે કોંગ્રેસ સીઈઈની બેઠકમાં 49 સીટો પર મંથન કરાયું હતું. જેમાં 34 બેઠકો પર નામ ફાઈનલ થયા હતા. જ્યારે મંગળવારે પણ કોંગ્રેસ સીઈસીની બીજા દિવસની બેઠક ચાલુ હતી. 

હરિયાણા સીઈસી બેઠકમાં ઉમેદવારોની પસંદગી એ આધાર પર કરવામાં આવી રહી છે કે તેમની જીતની શક્યતા કેટલી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જીતાડી શકે તેવા ઉમેદવારોના નામ ફાઈનલ લિસ્ટમાં સામેલ કરી રહ્યા છે. પાર્ટી સ્ક્રિનિંગ કમિટીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, રાહુલ ગાંધી, કે સી વેણુગોપાલ અને ભૂપેન્દ્ર હુડ્ડા જેવા દિગ્ગજ અને વરિષ્ઠ નેતાઓ સામેલ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news