'મારું ચીરહરણ થતું હોય એમ લાગે છે' સાધ્વીના ખુલાસાથી ભારતી આશ્રમના વિવાદમાં આવ્યો નવો વળાંક
ભારતી આશ્રમ વિવાદમાં નવો વળાંક! આશ્રમમાં શું ચાલે છે? જાણો કોની છે બાળકી...અમદાવાદના ભારતી આશ્રમ વિવાદ વચ્ચે જાહેરમાં રડી પડ્યા વિશ્વેશ્વરી ભારતી માતાજી...
Trending Photos
- અમદાવાદના સરખેજ ભારતી આશ્રમ વિવાદમાં નવો વળાંક
- આશ્રમના મેનેજરે સાધ્વી વિશ્વેશ્વરી દીકરી હોવાના કર્યા હતા આક્ષેપ
- આક્ષેપ બાદ વિશ્વેશ્વરી ભારતી બાળકી સાથે આશ્રમ પહોંચ્યા
- સાધ્વી વિશ્વેશ્વરી ભારતી બાળકીને લઇ મીડિયા સમક્ષ આવ્યા
- વિશ્વેશ્વરી ભારતી સામે ખોટા આક્ષેપ થયા હોવાનો દાવો
ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમનો વિવાદ વધુ વકરતો જઈ રહ્યો છે....... ભારતી આશ્રમ વિવાદમાં લંબે નારાયણ આશ્રમ ખાતે ઋષિભારતી બાપુના સમર્થનમાં બેઠક મળી..જેમાં વિશ્વેશ્વરી ભારતી બાળકીને લઈને મીડિયા સમક્ષ આવ્યા....ભારતી આશ્રમના મેનેજરે લગાવેલા તમામ આરોપોને વિશ્વેશ્વરી ભારતીએ નકાર્યા છે...જે બાળકીને વિવાદ થયો હતો તે પોતાના ભાઈની હોવાનું જણાવ્યું.... વિશ્વેશ્વરી ભારતીએ કહ્યું કે ઋષિ ભારતી બાપુ મારા પિતા સમાન છે...આ પ્રોપર્ટીનો નહીં અસ્તિત્વનો સવાલ છે.... જે બાળકી વિશ્વેશ્વરીની હોવાના આક્ષેપ થયા હતા તે તેમના ભાઈની દીકરી હોવાનો કર્યો ખુલાસો.
- પ્રેસ કોન્ફરન્સ કરીને સાધ્વી વિશ્વેશ્વરીએ કરી આ મોટી વાતઃ
- ભારતી બાપુ મારા પિતા સમાન છેઃ સાધ્વી વિશ્વેસ્વરી ભારતી
- આ દિકરીના પિતા ગુજરી ગયા છે, તે નિરાધાર છે, મેં અપનાવી છે
- નિરાધાર બાળકીને આસરો આપ્યો હોવાનો કર્યો ખુલાસો
- મારા પર મિલકતના આક્ષેપો છે એ અલગ બાબત છે
- બાળકી સાધ્વી વિશ્વેશ્વરીના ભાઈની હોવાનો કરાયો છે દાવો
ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિવાદ અંગે આપ્યાં તમામ સવાલોના જવાબ. સાધ્વી વિશ્વેશ્વરી ભારતીએ મીડિયા સમક્ષ જણાવ્યુંકે, એક સાધ્વી ઉપર આવા આક્ષેપ ન કરવા જોઈએ. આ દીકરીના પિતા ગુજરી ગયા છે. નિરાધાર બાળકીને મે અપનાવી છે. એક સાધ્વી પર આવા ઇલજામ લાગે એ ખુબ જ દુઃખ લાગે છે. બાળકીનું નામ એકતા છે, રમકડાં અમારા અનુયાયીઓએ આપ્યા છે. ઋષિ ભારતી બાપુ એ મારા પિતા સમાન છે. બાળકી પાસે મહીસાશુર મર્દિની અને અન્ય શ્લોક બોલાવી બાળકીને આપવામાં આવેલા સંસ્કારની વાત કરી
સાધ્વી વિશ્વેશ્વરી ભારતીએ કહ્યું મારા પિતા સમાન છે ભારતી બાપુ, મારા પર લાગેલા આરોપો ખોટાઃ
સાધ્વી વિશ્વેશ્વરી ભારતીએ કહ્યું મારા પર લાગેલા આક્ષેપોથી હું વિચલિત થઇ ગઈ હતી જેથી હવે હિંમત ભેગી કરી સામે આવી છું. મિલ્કતનો વિવાદ અલગ બાબત છે અને મારા પર લાગેલા આક્ષેપો અલગ બાબત છે. મે મારો પક્ષ રજૂ કર્યો, મારી ભાવના રજૂ કરી. હું એક મહિલા છું, મહિલા તરીકે મારે જે કપડાં પહેરવા પડે એ હું પહેરું છું. આજે પણ પહેર્યા છે. આવા પ્રશ્નો ઉઠે તો મારું ચીરહરણ થતું હોય એમ લાગે છે. પ્રેસને સંબોધતી વખતે રડી પડ્યા હતા સાધ્વી વિશ્વેશ્વરી.
હરિહરાનંદ બાપુની ZEE24 કલાક સાથે વાતચીતઃ
સરખેજ ભારતી આશ્રમનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.... ત્યારે ઋષિ ભારતી મામલે દશનામ જૂના અખાડા રાષ્ટ્રીય મહામંત્રી હરિહરાનંદ બાપુ સાથે ZEE 24 કલાકે કરી વાતચીત.....હરિહરાનંદ બાપુએ જણાવ્યું કે મારે કોઈના અંગત જીવન બાબતે કહેવું નથી....ઋષિ ભારતીએ ગુરૂ અને શિષ્યની પરંપરા જાળવી ન રાખી...મને દબાવવાનો અને ધમકીઓ આપવામાં આવતી હતી....કાયદાકીય પ્રક્રિયા ચાલે છે જે થશે એમ ચાલીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે