હરિયાણા: સરકાર બનાવવા માટે કોંગ્રેસમાં હલચલ, હુડ્ડા બપોરે 2 વાગે યોજશે પત્રકાર પરિષદ

જોકે વલણમાં જનનાયક જનતા પાર્ટી (JJP) કિંગમેકર સાબિત થઇ છે. એવામાં રાજ્યમાં સરકાર બનાવવાનું તણિત તેજ થઇ રહ્યું છે અને કોંગ્રેસે જેજેપીનો સંપર્ક સાધ્યો છે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર કોંગ્રેસ સરકાર બનાવવા માટે જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala) સાથે સંપર્ક કર્યો છે. 

હરિયાણા: સરકાર બનાવવા માટે કોંગ્રેસમાં હલચલ, હુડ્ડા બપોરે 2 વાગે યોજશે પત્રકાર પરિષદ

નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ 2019 (Haryana Assembly Election Result 2019) : હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરીના અંતિમ ટ્રેન્ડ આવતાં જ કોંગ્રેસ સરકાર બનાવવા માટે સક્રિય થઇ ગઇ છે અને પાર્ટીમાં હલચલ તેજ થઇ ગઇ છે. સૂત્રોના અનુસાર કોંગ્રેસ દ્વારા સરકાર બનાવવા માટે જેજેપીન સંપર્ક સાધ્યો છે અને કોંગ્રેસના હાઇકમાન્ડ પદાધિકારીઓ વચ્ચે સરકાર બનાવવાને લઇને ગહન મંત્રણા શરૂ થઇ ગઇ છે. તેના હેઠળ ભૂપેંદ્વ સિંહ હુડ્ડાએ જ્યાં કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે વાતચીત કરી તો તેમને કોંગ્રેસના ચાણક્ય અહમદ પટેલ ઉપરાંત ગુલામ નબી આઝાદ સાથે પણ વાતચીત કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસની હરિયાણા પ્રદેશ અધ્યક્ષ કુમારી શૈલજા પણ અહમદ પટેલને મળી હતી. હરિયાણા પૂર્વ સીએમ ભૂપિંદર હુડ્ડાએ બપોરે 2 વાગે પ્રેસ કોંન્ફરન્સ કરશે. 

જોકે વલણમાં જનનાયક જનતા પાર્ટી (JJP) કિંગમેકર સાબિત થઇ છે. એવામાં રાજ્યમાં સરકાર બનાવવાનું તણિત તેજ થઇ રહ્યું છે અને કોંગ્રેસે જેજેપીનો સંપર્ક સાધ્યો છે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર કોંગ્રેસ સરકાર બનાવવા માટે જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala) સાથે સંપર્ક કર્યો છે. 

તો આ તરફ જેજેપીએ કોઇપણ નિર્ણય લેતાં પહેલાં ગઇકાલે ધારાસભ્યો સાથે બેઠક બોલાવી હતી. અનુશાન ત્રિશકું વિધાસનભા પર જેજેપી આવતીકાલે ધારાસભ્યો સાથે મંત્રણા કરશે. જેજેપીએ દાવો કર્યો છે કે તે સરકાર બનાવશે. જોકે કાલે ધારાસભ્યો પાસેથી મંતવ્યો રજૂ કરવામાં આવી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news