હરિયાણા ભાજપ ખેલાડીઓના સહારે: ગીતા ફોગાટ, યોગેશ્વર દત્ત ઉપરાંત અનેક સ્પોર્ટમેનને ટિકિટ
ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 78 ઉમેદવારોની જાહેરાત કરી છે, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કરનાલથી ચૂંટણી લડશે
Trending Photos
ચંડીગઢ : ભાજપે હરિયાણા વિધાનસભાને અનુલક્ષીને પોતાનાં 78 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કરનાલથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે. હાલમાં જ ભાજપમાં જોડાયેલ બબિતા ફોગાટને ચરખી દાદરીથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે યોગેશ્વર દત્ત સોનીપતનાં બરોધાથી પોતાનું ભાગ્ય અજમાવશે. હરિયાણાના ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલા ગોહાના, લતિકા શર્મા કાલકા, ઘનશ્યામ દસ યમુનાનગર, કૃષ્ણબેદી શાહાબાદથી ચૂંટણી મેદાનમાં છે.
BJP releases its first list of 78 candidates for #HaryanaAssemblyPolls. https://t.co/lxbhbqQA3J pic.twitter.com/ieueZ4d4Ip
— ANI (@ANI) September 30, 2019
પી. ચિદમ્બરમનો જેલવાસ લંબાયો, દિલ્હી હાઈકોર્ટે જામીન આપવા કર્યો ઈનકાર
આ ઉપરાંત પૂર્વ હોકી કેપ્ટન સંદીપ સિંહ પેહોવાને પણ ટિકિટ મળી છે. સંદીપ સિંહ પણ હાલમાં જ ભાજપમાં જોડાયા હતા. પાર્ટીના વરિષ્ઠ નેતા કેપ્ટન અભિમન્યું સિંહને નારનૌનને ટિકિટ મળી હતી. હરિયાણામાં આ વખતે યોજાનારી ચૂંટણીમાં ભાજપે અંબાલા કેંટથી અનિલ વિજ, જાગધારી સીટથી કંવરપાલ ગુર્જર, યમુનાનગરથી ઘનશ્યામ દાસ અરોડા, શાહબાદખી કૃષ્ણ બેદી, કૈથલથી લીલારામ ગુર્જર, નીલખેડીથી ભગવાન દાસ, ઇંદ્રીથી રાજકુમાર કશ્યપ, રાઇથી મોહન લાલ કૌશિક અને સોનિપતથી કવિતા જૈને ટિકિટ આપી છે.
શિવસેનાએ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને આપી ટિકિટ, નાલાસોપારાથી બનાવ્યા ઉમેદવાર
જેજેપી અને બીએસપીએ પણ નામ જાહેર
અત્રે ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં આ વખતે 21 ઓક્ટોબરથી ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપની મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને જેજેપી સામે થવાનો છે. રવિવારે દુષ્યંત ચોટાલાનાં દળ જનનાયક જનતા પાર્ટીએ રાજ્યમાં 10 સીટ પર પોતાનાં ઉમેદવારોની જાહેરાત કરી હતી. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીએ પણ રવિવારે ઉમેદવારોની જાહેરાત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે