બિહારમાં વરસાદનો કેર, 3 દિવસ સુધી ઘરમાં ફસાયેલા ડે.CM સુશીલ મોદીને NDRFએ રેસ્ક્યુ કર્યા
છેલ્લા 3 દિવસથી પોતાના ઘરમાં જ ફસાઈ ગયેલા બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી અને તેમના પરિવારના સભ્યોને પણ એનડીઆરએફના જવાનોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યાં.
Trending Photos
પટણા: બિહારમાં મૂશળધાર વરસાદથી જનજીવન અત્યંત પ્રભાવિત થયું છે. સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી, રાજનેતાઓ પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યાં છે. પછી ભલે તે બિહાર સરકારના મંત્રી હોય કે પછી મશહૂર ગાયિકા શારદા સિન્હા. દરેક જણ પટણામાં પાણીની સમસ્યાથી પરેશાન છે. આ બધા વચ્ચે એનડીઆરએફની ટીમો સતત લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવાની કોશિશ કરી રહી છે. છેલ્લા 3 દિવસથી પોતાના ઘરમાં જ ફસાઈ ગયેલા બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી અને તેમના પરિવારના સભ્યોને પણ એનડીઆરએફના જવાનોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યાં.
આ બાજુ મશહૂર ગાયિકા શારદા સિન્હા પણ પાણી ભરાવવાના કારણે ખુબ પરેશાન છે. તેમણે ફેસબુક પોસ્ટ પર પોતાની પરેશાની વ્યક્ત કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે રાજેન્દ્રનગરમાં મારા ઘરમાં પાણીમાં ફસાયેલી છું. મદદ મળતી નથી. એનડીઆરએફના રાફ્ટ સુધી પણ પહોંચવું અશક્ય છે. ચારેબાજુ પાણી છે. કાશ ભારતમાં એર લિફ્ટની સુવિધા હોત. કોઈ રસ્તો તો બતાવો.
#WATCH: Bihar Deputy Chief Minister Sushil Modi who was stranded at his residence in Patna, rescued by National and State Disaster Response Forces personnel. #BiharFlood pic.twitter.com/WwdbAcTWy6
— ANI (@ANI) September 30, 2019
બિહારમાં પડેલા ભારે વરસાદના કારણે પટણા પાણી પાણી થઈ ગયું છે. અનેક જગ્યાઓ પર ચારથી પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. આ કારણે લોકોને ખુબ પરેશાની પડી રહી છે. આ બધા વચ્ચે એનડીઆરએફના સભ્યો જળદૂત બનીને લોકોની મદદમાં લાગ્યા છે. એનડીઆરએફના જવાનોએ હાઈકોર્ટના જજને ઓફિસ જવામાં મદદ કરી જ્યારે જરૂરિયાતવાળાઓને હોસ્પિટલ પણ પહોંચાડી રહ્યાં છે.
જુઓ LIVE TV
ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડ્યા બાદ પટણા સહિત સમગ્ર બિહારમાં આજે એટલે કે સોમવારે હવામાન સામાન્ય થયું છે. છેલ્લા 12 કલાકથી વધુ સમયથી પટણામાં વરસાદ અટકેલો છે. હવામાન ખાતાએ મૌસમ સામાન્ય થવાની વાત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે