અંબાજીના ત્રિશુલિયા ઘાટ પાસે બસ પલટીઃ 21નાં મોત, 30થી વધુ ઘાયલ
અંબાજી નજીક ત્રિસુલિયા ઘાટ પાસે બસ પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસમાં આશરે 50થી પણ વધુ લોકો સવાર હોવાની માહિતી મળી રહી છે. ઈજાગ્રસ્તોમાંને સારવાર અર્થે 108 મારફતે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી છે.
Trending Photos
અલ્કેશ રાવ/બનાંસકાઠા: અંબાજી નજીક ત્રિસુલિયા ઘાટ પાસે બસ પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 21 લોકોના મોત થયા છે.જ્યારે આ ગમખ્વાર અકસ્માતમાં 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બસમાં આશરે 50થી પણ વધુ લોકો સવાર હોવાની માહિતી મળી રહી છે. ઈજાગ્રસ્તોમાંને સારવાર અર્થે 108 મારફતે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી છે.અંબાજી નજીક અકસ્માતમાં 21 લોકોના મોત જેમાં 14 પુરુષો,3 સ્ત્રીઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે.
અંબાજી પાસે આવેલા ત્રિશુલિયા ઘાટમાં વરસાદને કારણે બસ પલટી મારી હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, આ ખાનગી બસની ટ્રાવેલ્સમાં અકસ્મત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ગંભીર અક્સાતમાં પાંચ લોકોના મોત થયા હોવના અહેવાલ મળી રહ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.
Saddened by the loss of lives due to a road accident near Trisulia Ghat (On Danta road). Instructed officials to do needful. May those who have been injured recover at the earliest. I pray for the departed souls.
Om Shanti...
— Vijay Rupani (@vijayrupanibjp) September 30, 2019
સીએમ વિજય રૂપાણીએ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે યાત્રાળુ બસને થયેલા માર્ગ અકસ્માત અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરી વિગતો મેળવી હતી. મુખ્મંત્રીએ આ અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિઓને તાત્કાલિક યોગ્ય સારવારનો પ્રબંધ કરવા પણ જીલ્લા કલેકટર અને તંત્રને સૂચનાઓ આપી છે.
અકસ્માતને પગલે દેશના ગૃહમંત્રી અમિતશાહે પણ ટ્વિટ કરીને દુખ વ્યક્તિ કર્યું હતું.
Deeply anguished by the loss of lives due to a tragic bus accident in Banaskantha, Gujarat. Have spoken to the state and local authorities, they are doing everything possible to help the people in need.
My deepest condolences. May the injured recover at the earliest.
— Amit Shah (@AmitShah) September 30, 2019
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે