Corona: દિલ્હી બાદ વધુ એક રાજ્યમાં લૉકડાઉન લંબાવાયું, સરકારે કરી જાહેરાત
હરિયાણા સરકાર આ વખતે લૉકડાઉનને મહામારી એલર્ટ/સુરક્ષિત હરિયાણા તરીકે ઉલ્લેખ કરી રહી છે. રાજ્ય સરકારે હવે લૉકડાઉનને 24 મે સુધી વધારી દીધુ છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસથી દેશમાં હાહાકાર મચેલો છે. દરરોજ કોરોના વાયરસ સંક્રમણને કારણે હજારો લોકોના મૃત્યુ થઈ રહ્યાં છે. દેશમાં કોરોના વાયરસની બીજી લહેરમાં લાખો લોકો સંક્રમિત થયા છે. તો કોરોના વાયરસનો ખતરો ઓછો કરવા માટે લૉકડાઉન લાગૂ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે હરિયાણાએ પણ લૉકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે.
હરિયાણા સરકાર આ વખતે લૉકડાઉનને મહામારી એલર્ટ/સુરક્ષિત હરિયાણા તરીકે ઉલ્લેખ કરી રહી છે. રાજ્ય સરકારે હવે લૉકડાઉનને 24 મે સુધી વધારી દીધુ છે. હરિયાણાના ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે ટ્વીટ કરી કહ્યુ કે, મહામારી એલર્ટ/સુરક્ષિત હરિયાણા 17 મેથી 24 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. નિયમોને લાગૂ કરવા માટે આકરા પગલા ભરવામાં આવશે.
આ પહેલા વિજે પાછલા રવિવારે લૉકડાઉનને 10 મેથી 17 મે સુધી વધાર્યુ હતું. કોરોનાની બીજી લહેર દરમિયાન હરિયાણા સરકારે સૌથી પહેલા 3 મેથી 10 મે સુધી એક સપ્તાહ માટે લૉકડાઉન લાગૂ કર્યું હતું.
રાજ્યમાં કેટલા કેસ
મહત્વનું છે કે હરિયાણામાં કોરોના વાયરસના અત્યાર સુધી 6.4 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. તો 6500થી વધુ લોકોના જીવ આ દરમિયાન ગયા છે. રાજ્યમાં 95 હજાર એક્ટિવ કેસ છે. તો 5.8 લાખ લોકો કોરોનાથી સાજા થઈ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે