Home Insurance Scheme: પૂર, ભૂકંપ, આગથી ઘરોને સુરક્ષા કવચ આપશે મોદી સરકાર!, લાવશે સૌથી મોટી આ યોજના
દર વર્ષે પૂર, ભૂકંપ, આગ લાગવી, કે કોઈ પણ પ્રકારની કુદરતી આફતથી લાખો લોકોના ઘર તબાહ થઈ જાય છે. જેમાં મોટાભાગના એવા પરિવાર હોય છે જેમના દ્વારા ફરીથી ઘર બનાવી શકવું મુશ્કેલ બની જાય છે. કેન્દ્ર સરકાર હવે લોકો માટે હોમ ઈન્શ્યોરન્સ સંલગ્ન એક મોટી યોજના પર કામ કરી રહી છે.
Trending Photos
નવી દિલ્હી Home Insurance Scheme: દર વર્ષે પૂર, ભૂકંપ, આગ લાગવી, કે કોઈ પણ પ્રકારની કુદરતી આફતથી લાખો લોકોના ઘર તબાહ થઈ જાય છે. જેમાં મોટાભાગના એવા પરિવાર હોય છે જેમના દ્વારા ફરીથી ઘર બનાવી શકવું મુશ્કેલ બની જાય છે. કેન્દ્ર સરકાર હવે લોકો માટે હોમ ઈન્શ્યોરન્સ સંલગ્ન એક મોટી યોજના પર કામ કરી રહી છે.
આ છે કેન્દ્ર સરકારની હોમ ઈન્શ્યોરન્સ સ્કીમ!
Zee News ને મળેલી એક્સક્લુઝિવ જાણકારી મુજબ કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) ની જેમ લોકોના ઘરોની સુરક્ષા માટે પણ વીમા યોજના લોન્ચ કરવાની છે. કેન્દ્ર સરકાર હોમ ઈન્શ્યોરન્સ સ્કીમ દ્વારા કુદરતી આફત જેમ કે પૂર, ભૂકંપ દરમિયાન લોકોના ઘરોને થતા નુકસાનને કવર કરવા માટે 3 લાખ રૂપિયા સુધીનો ઈન્શ્યોરન્સ કવરેજ આપશે, આ સાથે જ 3 લાખ રૂપિયા સુધી કવરેજ ઘરના સામાનનો હશે અને 3-3 લાખ રૂપિયા સુધીનો પર્સનલ એક્સિડન્ટ કવર પોલીસી લેનારા પરિવારના બે લોકોને આપવામાં આવશે.
કેટલું હશે પ્રીમીયમ
મળતી માહિતી મુજબ પોલીસીને લઈને એક વ્યાપક રૂપરેખા પહેલેથી જ તૈયાર થઈ ચૂકી છે. વાત ફક્ત પ્રીમીયમને લઈને અટકી છે. વાત જાણે એમ છે કે વીમા કંપનીઓ તરફથી પ્રતિ પોલીસી 1000 રૂપિયાથી ઉપર કોટેશન અપાયું છે. પરંતુ કેન્દ્ર સરકાર તેને 500 રૂપિયા સુધી જ સીમિત રાખવા માંગે છે. તેમા ખાનગી અને સરકારી બંને કંપનીઓ સામેલ છે. જો ખાનગી કંપનીઓ પ્રીમીયમ ઓછું નહીં કરે તો આ યોજના સરકારી કંપનીઓ દ્વારા સમગ્ર દેશમાં લાગુ કરાશે. જો કે પ્રીમીયમને લઈને વીમા કંપનીઓ સાથે સરકારની વાતચીત હજુ પણ ચાલુ છે.
ગેમચેન્જર સાબિત થશે હોમ ઈન્શ્યોરન્સ યોજના
આપણા દેશમાં જેટલી જાગૃતતા હેલ્થ ઈન્શ્યોરન્સ, લાઈફ ઈન્શ્યોરન્સને લઈને છે એટલી હોમ ઈન્શ્યોરન્સ વિશે નથી. સરકારની આ યોજના ગ્રાહકો અને વીમા કંપનીઓ બંને માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સરકાર આ યોજના પર ખુબ ઝડપથી કામ કરી રહી છે. કેન્દ્ર સરકારની યોજના જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા થશે અને તેનું પ્રીમીયમ લોકોના બેંક એકાઉન્ટ સાથે લિંક હશે, જે રીતે PMJJY, PMSBY યોજનાઓમાં થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે