Himachal Pradesh: ફરી કુદરત રૂઠી! પહાડી રાજ્યમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા
Himachal Pradesh: પહાડી રાજ્યો પર ફરી એકવાર વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. સોલનમાં વાદળ ફાટતા 7 લોકોના જીવ ગયા જ્યારે શિમલામાં મંદિર ભૂસ્ખલનમાં દટાઈ જતા અનેક શ્રદ્ધાળુઓ તેના કાટમાળ નીચે દટાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Trending Photos
હિમાચલ પ્રદેશના શિમલામાં મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ભારે વરસાદના પગલે ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનની ઝપેટમાં એક શિવમંદિર પણ આવી ગયું. શ્રાવણ મહિનાના પગલે પૂજા કરવા પહોંચેલા અનેક લોકો ભૂસ્ખલનને કારણે ફસાયા હોવાનું કહેવાય છે. તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ કરાઈ રહ્યું છે. છેલ્લે મળતી માહિતી મુજબ 21 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. લેન્ડસ્લાઈડની ઝપેટમાં અનેક મકાન અને દુકાનો પણ આવી ગયા છે. આ ઉપરાંત અન્ય એક ભૂસ્ખલનની ઘટનામાં 7 લોકોના જીવ ગયા છે. જણાવવાનું કે રાજધાની શિમલામાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક ઠેકાણે લેન્ડસ્લાઈડની ઘટનાઓ ઘટી છે. શિમલા-બિલાસપુર નેશનલ હાઈવે પાસે લેન્ડસ્લાઈડના કારણે એક વિશાળકાય ઝાડ રસ્તા પર પડી જતા આખો રસ્તો બંધ થઈ ગયો જ્યારે શિમલા તરફ ઝતો એક અન્ય રોડ પણ લેન્ડસ્લાઈડની ભેટે ચડી ગયો. અનેક ઘર અને ગાડીઓ પણ લેન્ડસ્લાઈડની ઝપેટમાં આવ્યા છે જેના કારણે લોકોને ભારે નુકસાન થયું હોવાના સમાચાર છે.
મંદિર દટાયું
એવું કહેવાય છે કે શિમલાના સમરહિલ વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી. આ શિવ મંદિર ભૂસ્ખલનની ઝપટેમાં આવી ગયું. મીડિયા રિપોર્ટ મુજબ ભૂસ્ખલનના કાટમાળમાં લગભગ 50 જેટલા લોકો દટાયા હોવાનું કહેવાય છે. પોલીસ અને પ્રશાસન દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
VIDEO | A temple reportedly collapsed due to a massive landslide in Shimla's Summer Hill earlier today. Several people are feared trapped under the debris. More details are awaited.
(Source: Third Party) pic.twitter.com/IJMKUTSlwU
— Press Trust of India (@PTI_News) August 14, 2023
સીએમ સુખવિંદર સુખુએ કહ્યું કે શિમલામાં આજે સવારે 8.30 વાગ્યાની આજુબાજુ શિવમંદિરમાં દુર્ઘટના ઘટી. અત્યાર સુધીમાં 5 મૃતદેહો કાઢવામાં આવ્યા છે. 20થી 25 લોકો દટાયેલા હોઈ શકે છે. અમારો પ્રયત્ન છે કે તેમને રેસ્ક્યૂ કરી શકાય. હિમસ્ખલનની ઘટનામાં 21 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. તમામ અધિકારીઓને નિર્દેશ અપાયા છે કે 15 ઓગસ્ટની તૈયારીઓમાં ન જાય અને લોકોને બચાવે.
પહાડો પર કુદરતનો કહેર ચાલુ
પહાડી રાજ્યો પર ફરી કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આકાશમાંથી આફત વરસી રહી છે. બંને પહાડી રાજ્યોમાં કુદરતનો કહેર તૂટ્યો છે. ભારે વરસાદથી અચાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે. બંને રાજ્યોમાં એલર્ટ છે. જ્યાં મંડીમાં બિયાસ નદી ઉછાળા માર રહી છે તો પૌડી ગઢવાલમાં અલકનંદા નદી લોકોને ડરાવી રહી છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર ચાલુ છે. ભારે વરસાદના પગલે અનેક ઠેકાણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. જેના કારણે ઘણા રસ્તા બંધ છે. આવામાં રાજ્ય સરકારે શાળા કોલેજો બંધ કરી દીધી છે. હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાં આજની પ્રસ્તાવિત પરીક્ષાઓ સ્થગિત કરાઈ છે.
Seven members of a family killed in cloudburst in Jadon village of Himachal Pradesh's Solan district, say police
— Press Trust of India (@PTI_News) August 14, 2023
સોલનમાં 7 લોકોના મોત
હિમાચલ પ્રદેશમાં આ અગાઉ વાદળ ફાટવાની ઘટના સામે આવી. જેમાં 7 લોકોના મોત થયા. 6 લોકોને રેસ્ક્યૂ કરાયા. એવું કહેવાય છે કે સોલનના મમલીકના ધાયાવલા ગામમાં મોડી રાતે વાદળ ફાટ્યું.
અત્યાર સુધી આટલા લોકોના મોત
હિમાચલ પ્રદેશના ડઝન જેટલા ગામડાઓ અને શહેરોમાં પૂરનો કહેર છે. અનેક મકાનો કાદવ કિચડથી ભરાયેલા છે. પીવાના પાણીની પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. ઓગસ્ટમાં આવેલા આ આફતથી હિમાચલની જનતા ખુબ હેરાન પરેશાન જોવા મળી રહી છે. સરકારી આંકડા મુજબ 24 જૂનથી 12 ઓગસ્ટ વચ્ચે પૂર અને ભારે વરસાદના પગલે હિમાચલ પ્રદેશમાં 255 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધી 935 ઘર નષ્ટ થઈ ચૂક્યા છે. જ્યારે 7 હજાર 758 ઘરોને નુકસાન પહોંચ્યું છે. લેન્ડસ્લાઈડની પણ 87 ઘટનાઓ ઘટી ચૂકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે