હિમાંશું રોય આતંકવાદી કસાબને ફાંસીના ફંદા સુધી પહોંચાડ્યો હતો

મહારાષ્ટ્રનાં સુપર કોપ માનવામાં આવતા હિમાંશુ રોયની આત્મહત્યાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે

હિમાંશું રોય આતંકવાદી કસાબને ફાંસીના ફંદા સુધી પહોંચાડ્યો હતો

નવી દિલ્હી : મહારાષ્ટ્રનાં સુપર કોપ માનવામાં આવતા હિમાંશુ રોયે શુક્રવારે પોતે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. મોટા મોટા ક્રિમિનલ કેસોને સંભાળવા માટે એડીજી હિમાંશુ રોય ખાસ ઓળખ ધરાવતા હતા. તેમણે આઇપીએલ સ્પોટ ફિક્સિંગ કેસ, પત્રકાર જેડે હત્યાકાંડ અને અંડરવર્લ્ડ સાથે જોડાયેલા ઘણા હાઇપ્રોફાઇલ મુદ્દાઓનાં ઉકેલ્યા હતા. એટલે સુધી કે મુંબઇ 26-11નાં હૂમલાનાં દોષી આતંકવાદી કસાબને ફાંસીનાં ફંદા સુધી કઇ રીતે પહોંચાડવામાં આવે તેનું પ્લાનિંગ કરવાની જવાબદારી પણ હિમાંશુ રોયે જ સંભાળી હતી. 

કસાબને આવી રીતે પહોંચાડ્યો ફાંસીના ફંદા સુધી
મુંબઇ હૂમલા બાદ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો. પાકિસ્તાન સાથેની તેની લિંક નિકળી પરંતુ પાડોશી દેશ તેને પોતાનો નાગરિક માનવાનો ઇન્કાર કરી દીધો હતો. પોલીસે આ કેસને ઉકેલવા માટે તમામ પુરાવા એકત્ર કરવાનું ચાલુ કરી દીધું હતું. તેમણએ કસાબની પુછપરછ કરી હતી અને તેની પાસેથી ઘણા રહસ્યો બહાર કઢાવ્યા હતા. આખરે તેને ફાંસીની સજા ફટકારવામાં આવી.

જેને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખી હતી. કસાબનાં મોતની સજાને યથાવત્ત રાખવા અંગે હિમાંશુ રોયે ખુશી વ્યકત કરી હતી. તેણે આ મહત્વપુર્ણ પાયાનો પત્થર ગણાવ્યો હતો. કસાબને જેલથી ફાંસીના ફંદા સુધી પહોંચાડવા સુધીની જવાબદારી હિમાંશુ રોયને સોંપાઇ હતી. 21 નવેમ્બર, 2012નાં રોજ કસાબને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news