Chandni Chowkમાં મંદિર તોડવા પર ભડક્યા હિન્દુ સંગઠન, AAP સરકાર સામે કર્યું પ્રદર્શન
દિલ્હીમાં ચાંદની ચોકના Redevelopment પ્રોજેક્ટના નામે ત્યાંના હનુમાન મંદિર (Chandni Chowk Hanuman Temple)ને તોડવા પર રાજકારણ અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મંગળવારે હિન્દુ સંગઠનોએ ચાંદની ચોક ખાતે મંદિર તોડવાના વિરોધમાં અને પુન: સ્થાપના કરવાની માંગ કરવા વિરોધ પ્રદર્શિત કર્યો હતો
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીમાં ચાંદની ચોકના Redevelopment પ્રોજેક્ટના નામે ત્યાંના હનુમાન મંદિર (Chandni Chowk Hanuman Temple)ને તોડવા પર રાજકારણ અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મંગળવારે હિન્દુ સંગઠનોએ ચાંદની ચોક ખાતે મંદિર તોડવાના વિરોધમાં અને પુન: સ્થાપના કરવાની માંગ કરવા વિરોધ પ્રદર્શિત કર્યો હતો, પરંતુ પોલીસે તેમને કડક કાર્યવાહી કરી ત્યાંથી દૂર કર્યા હતા.
મહિલા કાર્યકરોએ હટાવવામાં આવેલા મંદિર પર કર્યા જાપ
મંગળવારે બપોરના 2 વાગ્યાની આસપાસ, હિન્દુ સંગઠનોની મહિલા કાર્યકરોએ તોડી પાડવામાં આવેલા મંદિર સ્થળે હનુમાન ચાલીસાના પાઠ કર્યા. પરંતુ કાયદો અને વ્યવસ્થા બગડતા જોઈને દિલ્હી પોલીસે પણ તેમને ત્યાંથી હટાવ્યા. વિસ્તારમાં તનાવને ધ્યાનમાં રાખીને દિવસભર ચાંદની ચોક ખાતે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત હતા. પરિસ્થિતિ વધુ વણસવાના ડરથી સતત ત્રીજા દિવસે મંદિર સ્થળ (Chandni Chowk Hanuman Temple)ની આસપાસની દુકાનો બંધ રહી હતી.
તમને જાણાવી દઇએ કે, દિલ્હીનો શાન કહેવાતા ચાંદની ચોકના પુનર્વિકાસ (Chandni Chowk Redevelopment Project) માટે છેલ્લા ઘણા વર્ષોથી કામ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ આ પ્રોજેક્ટ દિલ્હી સરકારના પીડબ્લ્યુડી અને ભાજપ શાસિત ઉત્તરીય એમસીડી એક સાથે છે. અધિકારીઓનું કહેવું છે કે તોડી પાડવામાં આવેલું હનુમાન મંદિર રસ્તાની વચ્ચે હતું અને પ્રોજેક્ટ પર કામ કરવામાં સમસ્યા આવી રહી હતી.
આ પણ વાંચો:- કેમ મ્યાનમાંથી નીકળ્યાં પછી તલવાર માંગે છે લોહી? મહારાણાથી શિવાજી સુધીના શૂરવીરોની તલવારોની ગાથા
હાઇ કોર્ટે 2015માં આપ્યો મંદિર હટાવવાનો આદેશ
આ કારણે આ મુદ્દે દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court)માં એક અરજી કરવામાં આવી હતી. 30 એપ્રિલ 2015 ના રોજ, હાઇકોર્ટે ચાંદની ચોકના ચાંદની ચોક હનુમાન મંદિર (Chandni Chowk Hanuman Temple)ને તોડવાનો હુકમ જારી કર્યો હતો. પરંતુ કેસની સંવેદનશીલતાને કારણે તેનો અમલ થઈ શક્યો નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે