દિલ્હીમાં પકડાયો હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકી, એરપોર્ટ પરથી ધરપકડ

28 ઓક્ટોબરના રોજ પુલવામામાં પોતાના કેટલાક સાથીદારો સાથે મળીને સબ ઈન્સ્પેક્ટર ઈમ્તિયાઝ અહેમદ મીરની હત્યા કરી હતી 

દિલ્હીમાં પકડાયો હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકી, એરપોર્ટ પરથી ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી એરપોર્ટ પર મંગળવારે દિલ્હી પોલીસના સ્પેશિલ સેલ દ્વારા આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકવાદની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે વહેલી સવારે પકડવામાં આવેલા આ આતંકવાદીનું નામ અન્સારૂલ કહેવાઈ રહ્યું છે. આ આતંકવાદી 28 ઓક્ટોબરના રોજ કાશ્મિરના પુલવામા જિલ્લામાં જમ્મુ-કાશ્મિર પોલીસના એસઆઈ ઈમ્તિયાઝ અહેમદ મીરની હત્યામાં સામેલ હતો. 

સ્પેશિયલ સેલની તેની દરેક મૂવમેન્ટ પર છેલ્લા 15-20 દિવસથી નજર હતી. 20 નવેમ્બર એટલે કે આજના દિવસે તે જેવો દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો કે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. વાત એમ છે કે, જન્મુ-કાશ્મીરમાં સેના ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત આતંકવાદીઓને શોધી-શોધીને મોતને ઘાટ ઉતારી રહી છે. 

તેનાથી ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવવાના શરૂ કર્યા છે. આ જ સંદર્ભે આતંકવાદીઓએ એક ધમકી આપી હતી કે ઘાટીના પોલીસ કર્મચારીઓ અને એસપીઓ પોતાની નોકરીઓ છોડી દે. આ ધમકી બાદ ઈમ્તિયાઝની હત્યા કરી દેવાઈ હતી. હત્યા બાદ આ આતંકવાદી ફરાર થઈ ગયો હતો. 

હત્યા કર્યા બાદ આતંકવાદી સૌથી પહેલા કાશ્મીરથી દિલ્હી આવ્યો હતો અને અહીંથી તે મુંબઈ પહોંચ્યો હતો. મુંબઈથી બેંગલુરુ થઈને તે ફરી પાછો દિલ્હી પહોંચ્યો હતો. અહીંથી તે કાશ્મીર જવાની તક શોધતો હતો. તે કાશ્મીરમાં ફળોનો મોટો વેપારી છે. પકડાયેલા આતકંવાદીની ઉંમર લગભગ 24-25 વર્ષ છે અને તે અંગ્રેજીમાં એમ.એ. થયેલો છે. 

સબ ઈન્સ્પેક્ટર ઈમ્તિયાઝ અલીની હત્યા કરવા માટે અન્સારૂલે પોતાની ગર્લફ્રેન્ડનો ઉપયોગ કર્યો હતો. તેની મહિલા મિત્ર શેખ સાદિય છે, જે સનદી સેવાની પરીક્ષાની તૈયારી કરી રહી છે. સાદિયા સબ ઈન્સ્પેક્ટર ઈમ્તિયાઝને ઓળખતી હતી. હત્યાના દિવસે  સાદિયા ઈમ્તિયાઝને પોલીસ સ્ટેશન પાસે મળી હતી. ઈમ્દિયાઝ એ દિવસે પોતાના પરિવારને મલવા પુલવામા જવાનો હતો. 

તે આતંકવાદીઓની ધમકીને જાણતો હતો એટલે તેણે પોતાનો વેશપલટો પણ કરી લીધો હતો. સાદિયા પણ પુલવામાની જ રહેવાસી છે. તેણે ઈમ્તિયાઝને પોતાના ઘર સુધી છોડી જવા વિનંતી કરી હતી. આ દરમિયાન તેણે ઈમ્તિયાઝની ગાડીની દરેક મૂવમેન્ટના સમાચાર અન્સારુલને આપ્યા હતા. અન્સારૂલે આ માહિતી હિઝબુલને આપી દીધી હતી. 

અન્સારૂલ પણ પુલવામાનો જ રહેવાસી છે. છેલ્લા 4-5 વર્ષથી હિઝબુલ સાથે જોડાયેલો છે. તેણે અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કરેલું છે. દિલ્હી પોલીસે તેની ધરપકડની માહિતી જમ્મુ-કાશ્મીર પોલીસને આપી દીધી છે. અત્યારે તેની ગર્લફ્રેન્ડની શોધખોળ ચાલુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news