Coronavirus ને લઈને ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી, રાજ્યોને આપ્યા આ નિર્દેશ

કેન્દ્ર સરકારે આગામી તહેવારોની સીઝનને જોતા રાજ્યોને ચેતવણી આપી છે. સાથે કોરોના પ્રોટોકોલ સંબંધિત નિયમોને 31 ઓક્ટોબર સુધી વધારી દીધા છે. 
 

Coronavirus ને લઈને ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી, રાજ્યોને આપ્યા આ નિર્દેશ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાષ્ટ્રવ્યાપી કોવિડ પ્રોટોકોલને (Covid Protocol) 31 ઓક્ટોબર સુધી વધારી દીધો છે. બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કેન્દ્રીય સચિવ અજય ભલ્લાએ ચેતવ્યા કે આગામી તહેવારોની સીઝનમાં કોવિડ પ્રોટોકોલનું કડક પાલન ન કરવાની આશંકા છે, જેનાથી કોરોના સંક્રમણના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. 

કોવિડ પ્રોટોકોલમાં બેદરકારી નહીં
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યુ કે, કોવિડ-19 (Covid-19) મામલામાં ઘટાડો છતાં ગાઇડલાઇનને લાગૂ કરવી મહત્વની છે, જેથી તહેવારને સાવધાની, સુરક્ષિત અને કોવિડ પ્રોટોકોલની સાથે ઉજવી શકાય. ભલ્લાએ કહ્યુ કે, કોવિડના દૈનિક કેસ અને દર્દીઓની કુલ સંખ્યા દેશમાં ઝડપથી ઘટી રહી છે પરંતુ કેટલાક રાજ્યોમાં સ્થાનીક રીતે વાયરસનો ફેલાવો થઈ રહ્યો છે અને દેશમાં Covid-19 પબ્લિક હેલ્થ માટે પડકાર બનેલો છે. 

તહેવારોમાં સાવધાની રાખવામાં આવે
રાજ્યોને મોકલેલા પત્રમાં કેન્દ્રએ લખ્યુ છે, 'તે કાર્યક્રમોમાં વધુ સાવચેતી રાખવી જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થશે જેથી કોવિડના કેસ વધવાની આશંકાથી બચી શકાય.' સાથે કહેવામાં આવ્યું છે કે મેળા, તહેવારો અને ધારમિક કાર્યક્રમોમાં મોટા પાયે લોકો ભેગા થવાથી દેશમાં ફરી કેસ વધી શકે છે. ગૃહ સચિવે કહ્યુ કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પોતાને ત્યાં દરેક જિલ્લામાં સંક્રમણ દર અને હોસ્પિટલ તથા આઈસીયૂ બેડ્સની સંખ્યા પર નજીકથી નજર રાખવી જોઈએ. 

જ્યાં વધુ સંક્રમણ ત્યાં ઝડપથી પગલા ભરવામાં આવે
કેન્દ્રીય ગૃહ સચિવે કહ્યું કે જે જિલ્લામાં સંક્રમણ દર વધુ છે, ત્યાં પર સંબંધિત તંત્રએ ઝડપથી પગલા ભરવા જોઈએ જેથી કેસમાં વૃદ્ધિ રોકી શકાય અને વાયરસનો ફેલાવા પર કાબુ કરી શકાય. ભલ્લાએ કહ્યુ કે, તે પણ જરૂરી છે કે કેસમાં વધારાની આશંકાની ચેતવણી આપનાર સંકેતોને જલદી ઓળખવા જોઈએ અને પ્રસારને કાબુ કરવાના ઉપાય કરવામાં આવે. તેમણે કહ્યું- તે માટે સ્થાનીક એપ્રોચની જરૂર પડશે જેનો ઉલ્લેખ સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે 21 સપ્ટેમ્બર 2021ની એડવાઇઝરીમાં છે. 

દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
મહત્વનું છે કે ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 18,795 નવા કેસ સામે આવ્યા બાદ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધી 3,36,97,581 થઈ ગઈ છે. દેશમાં 201 દિવસ બાદ સંક્રમણના 20 હજારથી ઓછા નવા કેસ સામે આવ્યા છે. તો સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 2,92,206 થઈ ગઈ, જે 192 દિવસ બાદ સૌથી ઓછી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સંક્રમણથી 179 લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 4,47,373 થઈ ગઈ છે. સંક્રમણથી મોતનો આંકડો 193 દિવસ બાદ સૌથી ઓછો છે. આ પહેલા 19 માર્ચે કોરોના સંક્રમણથી 154 મોત થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news