ગુજરાત માટે આજે કતલની રાત: 9 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, 20 જિલ્લામાં યલો, 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે મોડી સાંજે વરસાદ અંગેની આગાહી કરી હતી. આજે રાત્રે 2 વાગ્યા સુધી રાજ્યના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, ભાવનગર, અમરેલી, આણંદ અને રાજકોટમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ જાહેર કરાયું છે. તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. ગમે તે સ્થિતિ માટે આનુષાંગિત તૈયારીઓ પણ કરવા માટે જણાવવામાં આવ્યું છે. 

Updated By: Sep 29, 2021, 12:09 AM IST
ગુજરાત માટે આજે કતલની રાત: 9 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, 20 જિલ્લામાં યલો, 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગાંધીનગર : હવામાન વિભાગે મોડી સાંજે વરસાદ અંગેની આગાહી કરી હતી. આજે રાત્રે 2 વાગ્યા સુધી રાજ્યના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, ભાવનગર, અમરેલી, આણંદ અને રાજકોટમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ જાહેર કરાયું છે. તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. ગમે તે સ્થિતિ માટે આનુષાંગિત તૈયારીઓ પણ કરવા માટે જણાવવામાં આવ્યું છે. 

ગુજરાત વિધાનસભાનું ઐતિહાસિક સત્ર સંપન્ન, કેગનો અહેવાલ પણ રજુ થયો, અનેક મહત્વના બિલ પસાર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ થયો છે. પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે. સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 30 તાલુકાઓમાં મેઘ મહેર થઇ છે. જેમાં સૌથી વધારે ડાંગ, સોજિત્રા, વડોદરા, તારાપુર, આંકલાવ અને ધોળકામાં 10 મિ.મી કરતા વધારે વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં રાત્રે જ મેઘો જમાવટ કરે તેવી શક્યતા છે. 20 જિલ્લાઓમાં યલો અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

પોલીસ પણ પછાડી રહી છે માથા: VADODARA દુષ્કર્મ કાંડમાં રાજુ ભટ્ટ ઝડપાયા બાદ મામલો વધારે ગુંચવાયો

અત્રે નોંધનીય છે કે, પાછોતરા આવી રહેલા વરસાદના કારણે ખેડૂતની સ્થિતિ ખુબ જ કફોડી બની છે. તમામ પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. ચોમાસાના પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને તૈયાર થયેલો લણાવાની તૈયારીમાં હોય તેવો પાક પલળી રહ્યો છે. જેથી અગાઉ જે દુષ્કાળની આશંકા હતી તે હવે લીલો દુષ્કાળ પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે. હાલ તો રાજ્યના તમામ નદી નાળા છલકાઇ ઉઠ્યા છે. આ ઉપરાંત તમામ ડેમ પણ હવે ઓવરફ્લો થઇ રહ્યા છે. તેવામાં હવે પડી રહેલો વરસાદ નુકસાનકારક સાબિત થઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube