ભાડુઆત માટે ઓનલાઈન પોલીસ વેરિફિકેશન કરાવવાની સરળ રીત...ખાસ જાણો, ધક્કા બચી જશે!

જ્યારે પણ કોઈને પોતાનું મકાન કે કોઈ સંપત્તિ ભાડે આપો તો ભાડુઆતની પૂરેપૂરી જાણકારી મેળવી લો. જેથી કરીને ભવિષ્યમાં કોઈ પરેશાની આવે તો બચી શકો. 

ભાડુઆત માટે ઓનલાઈન પોલીસ વેરિફિકેશન કરાવવાની સરળ રીત...ખાસ જાણો, ધક્કા બચી જશે!

જ્યારે પણ તમે તમારું ઘર કે કોઈ પ્રોપર્ટી કોઈને ભાડે આપવાનો હોવ તો રેન્ટ એગ્રીમેન્ટ સાથે થનારું  ભાડુઆતનું પોલીસ વેરિફેકેશન પણ ચોક્કસપણ કરાવો. જેથી કરીને જો તમારો ભાડુઆત ભવિષ્યમાં કોઈ પણ ફ્રોડ કે ગેરકાયદેસર કામ કરે તો તમે કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહીથી બચી શકો. પોલીસ વેરિફિકેશન તમે બે પ્રકારે કરાવી શકો છો એક ઓફલાઈન અને બીજુ ઓનલાઈન. 

ઓનલાઈન પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા
જો તમે ઓનલાઈન તમારા ભાડુઆતની ડિટેલ પોલીસમાં નોંધાવવા માંગતા હોવ તો તે માટે તમારે નીચે જણાવેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે. 

સ્ટેપ 1
સૌથી પહેલા તમારે જે રાજ્યમાં ભાડુઆતનું વેરિફિકેશન કરાવવાનું હોય તેને ગૂગલમાં સર્ચ કરો, જેમ કે દિલ્હીમાં પોલીસ વેરિફિકેશન કરાવવાનું હોય તો દિલ્હી પોલીસના નામથી સર્ચ કરો. 

સર્ચ 2
સર્ત કરશો તો તમને સ્ક્રિન પર અનેક પ્રકારની સાઈટના ઓપ્શન મળશે. પરંતુ તે રાજ્યના પોલીસની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ જે રાજ્યમાં તમારે પોલીસ વેરિફિકેશન કરાવવાનું હોય. 

સ્ટેપ 3
ઓફિશિયલ વેબસાઈટ પર ગયા બાદ Citizen Services પર ક્લિક કરશો તો તમારી સામે અનેક પ્રકારના વિકલ્પ જોવા દેખાશે. જેમાંથી તમારે Tenant/ Pg Verification પર ક્લિક કરવાનું છે. 

સ્ટેપ 4
અહીં તમારે પહેલા તમારું એકાઉન્ટ બનાવવાનું છે. તેના માટે તમારે Create an Account પર ક્લિક કરવાનું રહેશે. 

સ્ટેપ 5
ત્યારબાદ તમારી સામે Citizen Registration ફોર્મ ખુલશે જ્યાં તમે તમારી તમામ માહિતી સારી રીતે ભરો. તેમાં જે તમે તમારું લોગઈન આઈડી અને પાસવર્ડ નાખો તે યાદ રાખો. 

સ્ટેપ 6
ફોર્મમાં ડિટેલ સારી રીતે ભર્યા બાદ નીચે સબમિટના બટન પર ક્લિ કરો. ત્યારબાદ તમારા ફોનમાં એક OTP આવશે તેને તમે નાખો અને સબમિટ કરી દો. 

સ્ટેપ 7
Registration Successful થયા બાદ તમારે ફરીથી લોગઈનવાળા પેજ પર જવાનું છે અને તમારે લોગઈન આઈડી અને પાસવર્ડથી લોગઈન કરવાનું રહેશે. 

સ્ટેપ 8
Tenant Registration માં ક્લિક કર્યા બાદ Add Tenant/PG Registration Details માં ક્લિક કરશો. 

સ્ટેપ 9
ત્યારબાદ તમારી સામે જે ફોર્મ ખુલશે તેમાં એક એક કરીને તમામ વિગતો ભરી દો. 
- સૌથી પહેલા Owner Information માં ઓનરનું UID Aadhar Number, નામ, એડ્રસ, મોબાઈલ નંબર ભરી દો. 
- ત્યારબાદ Tenant Information માં ભાડુઆતની તમામ વિગતો ભરો જેમ કે ભાડુઆતનું નામ, પિતાનું નામ, એડ્રસ, વગેરે ભરવાનું છે. ત્યારબાદ Tenant Information Column માં જ નીચે ભાડુઆતનો એક ફોટો અને આઈડી પ્રુફમાં ભાડુઆતનું આધાર કાર્ડ કે પાનકાર્ડને સ્કેન કરીને અપલોડ કરવાનું છે. 
- જો ભાડુઆત પોતાના પરિવાર સાથે રહેતો હોય તો ભાડુઆતની સાથે રહેતા તેના ફેમિલી મેમ્બર્સની વિગતો પણ  Family Member Information માં ભરી દો. 

સ્ટેપ 10
સમગ્ર ફોર્મ સારી રીતે ભર્યા બાદ સબમિટ પર ક્લિક કરો. 

સ્ટેપ 11
ફોર્મ સબમિટ થયા બાદ ફોર્મને ડાઉનલોડ કરવાનું છે અને પ્રિન્ટ આઉટ કાઢીને નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ખરાઈ કરાવવાનું છે. 

ખાસ નોંધ: ધ્યાન રાખજો કે ઉપર જે પ્રક્રિયા બતાવવામાં આવી છે તે દિલ્હી પોલીસની વેરિફિકેશનની પ્રક્રિયા છે. અલગ અલગ રાજ્યો માટે તમારે અલગ રાજ્યના પોલીસની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news