બજારમાં મળતાં ભેળસેળયુક્ત લોટથી સાવધાન, આવી રીતે ઓળખો

ત્યારે એવી બે રીત છે, જેનો ઉપયોગ કરીને તમે લોટમાં થતી ભેળસેળને સરળતાથી પકડી શકાય છે. એવા ઘણા વેપારીઓએ છે જેઓ લોટમાં ચોક જેવી વસ્તુઓ ભેળવવા લાગ્યા છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે.

બજારમાં મળતાં ભેળસેળયુક્ત લોટથી સાવધાન, આવી રીતે ઓળખો

Wheat flour adulteration: હાલ બજારમાં દરેક વસ્તુની ભેળસેળવાળી વસ્તુઓ આવી ગઈ છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળની ઘણી બધી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. પછી ભલે તે તહેવારોમાં મળનારો માવો હોય, ઘી-તેલ હોય કે પછી ખાંડ હોય. આ બધામાં જ ભેળસેળ થઈ રહી છે. ત્યારે હવે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ, તેવા લોટમાં પણ ભેળસેળ થવા લાગી છે. ત્યારે લોટમાં થતી ભેળસેળને ઓળખવી પણ ઘણી મુશ્કેલ છે. 

ત્યારે એવી બે રીત છે, જેનો ઉપયોગ કરીને તમે લોટમાં થતી ભેળસેળને સરળતાથી પકડી શકાય છે. એવા ઘણા વેપારીઓએ છે જેઓ લોટમાં ચોક જેવી વસ્તુઓ ભેળવવા લાગ્યા છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. ત્યારે સ્વચ્છ લોટની ઓળખ કરીને જ તેને ખરીદવો જોઈએ. આવો જાણીએ, લોટમાં ભેળસેળ થઈ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય.

પ્રથમ રીત- 
લોટમાં ભેળસેળ કરવા માટે ઘણા વેપારીઓ તેમાં ચોક પાવડર નાંખવા લાગ્યા છે. ત્યારે લોટમાં ભેળસેળ થઈ છે કે નહીં તે જાણવા તમારે ટેસ્ટ ટ્યૂબ લેવી પડશે. જે પછી તેમાં લોટની સાથે હાઈડ્રોક્લોરિક એસિડ મેળવવું પડશે. આવું કરવાથી તમે લોટમાં ભેળવેલા ચોક પાવડર વિશે જાણી શકશો. આ રીત અપનાવી તમે સરળતાથી જાણી શકશો કે લોટમાં ભેળસેળ થઈ છે કે નહીં.

બીજી રીત-
તમે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી લોટ નાંખીને પણ તમે તેની વાસ્તવિકતા તપાસી શકો છો. પાણી ભરેલા ગ્લાસમાં લોટ નાંખ્યા પછી જો તેમાં કઈક તરતુ દેખાય, તો સમજી લેજો કે તમે લીધેલા લોટમાં ભેળસેળ થયેલી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news