Influenza A H3N2 Virus: મિની કોરોના ક્યાંક તમારા પરિવારમાં તો નથી પ્રવેશી ચૂક્યો ને? ઉધરસથી રાહત નથી મળતી તો થઈ જાઓ એલર્ટ
બદલાતી સીઝનમાં અત્યારે ઉધરસ અને શરદીની સમસ્યા સર્વત્ર જોવા મળી રહી છે. એમાં પણ ઉધરસની સમસ્યા તો ત્યારે સામે આવી હતી, જ્યારે કોરોનાનું સંક્રમણ પોતાની પીક પર હતું. હવે આ પ્રકારની જ દહેશત જોવા મળી રહી છે. લોકોમાં મૂંઝવણ છે કે શું આ કોરોનાનું જ એક સ્વરૂપ છે કે પછી કોઈ નવો વાયરસ છે, જે લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે.
Trending Photos
Influenza A H3N2 Virus: બદલાતી સીઝનમાં અત્યારે ઉધરસ અને શરદીની સમસ્યા સર્વત્ર જોવા મળી રહી છે. એમાં પણ ઉધરસની સમસ્યા તો ત્યારે સામે આવી હતી, જ્યારે કોરોનાનું સંક્રમણ પોતાની પીક પર હતું. હવે આ પ્રકારની જ દહેશત જોવા મળી રહી છે. લોકોમાં મૂંઝવણ છે કે શું આ કોરોનાનું જ એક સ્વરૂપ છે કે પછી કોઈ નવો વાયરસ છે, જે લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે.
જે લોકોને ઉધરસની સમસ્યા થઈ છે, તેમાંથી ઘણાને ઉધરસ મટવાનું નામ નથી લેતી. ઉધરસ ખાતી વખતે ફેફસા હચમચી જાય છે. શ્વાસ ફૂલાવા લાગે છે. ગળામાં દર્દ થાય છે. ઘણી વાર તો આખી રાત ઉધરસથી વ્યક્તિ હેરાન થાય છે. પહેલાં જે ઉઘરસ 5થી 6 દિવસમાં ઠીક થઈ જતી હતી, તેને ઠીક થવામાં હવે 25થી 30 દિવસનો સમય લાગી રહ્યો છે. જેને જોતાં સવાલ ઉઠી રહ્યા છે કે ઉધરસ આટલી જોખમી કેમ છે. તેનાથી બચવા શું કરવું જોઈએ.
જાણાકોરોનું માનીએ તો આ સ્થિતિ પાછળ એક વાયરસ જવાબદાર છે. જે કોરોના તો નથી, પણ તેનાં લક્ષણો બિલકુલ કોરોના જેવા જ છે. પણ તેને તમે મિની કોવિડ પણ કહી શકો છો, તેનું નામ છે ઈન્ફલુએન્ઝા A – H3N2. જે દેશનાં ઘણા શહેરોમાં ઝડપથી ફેલાઈ ચૂક્યો છે. દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ICMRએ આ વાયરસ સામે દેશમાં જોખમનું એલાર્મ પણ આપી દીધું છે અને કોવિડ જેવી જ સાવચેતી રાખવાની સલાહ આપી છે. કેમ કે કોરોનાની જેમ આ વાયરસથી સંક્રમિત લોકોમાં પણ ઉધરસ અને તાવની સમસ્યા વધારે છે.
- 92 ટકા જેટલા લોકો એવા છે, જે ઈન્ફ્લુએન્ઝા A નામનાં આ વાયરસની ઝપેટમાં આવ્યા બાદ તાવથી પીડાય છે.
- 86 ટકા લોકો એવા છે, જેમને ઉધરસ શરૂ થયા બાદ રોકાવાનું નામ નથી લેતી.
- 27 ટકા લોકો ઉધરસની સાથે શ્વાસ લેવામાં પણ તકલીફનો સામનો કરી રહ્યા છે
- 10 ટકા દર્દીઓ એવા છે, જેમને ઉધરસ અને શ્વાસ લેવામાં સમસ્યાને કારણે ઓક્સિજન આપવાની જરૂર પડી
- ઈન્ફલુએન્ઝા A – H3N2થી પીડિત 7 ટકા દર્દીઓને ICUમાં દાખલ કરાવવાની પણ નોબત આવી છે
ઉધરસ અને તાવ માટે જવાબદાર ઈન્ફલુએન્ઝા Aને મિની કોવિડ કેમ કહેવાઈ રહ્યો છે, તે હવે જાણીએ-
જે રીતે કોરોના સીધા ફેફસા પર હુમલો કરે છે, તેવી જ રીતે આ વાયરસને કારણે પણ ફેફસામાં ગંભીર સંક્રમણ થઈ રહ્યું છે
કોરોના જેમ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે, તેવી જ રીત ઈન્ફલુએન્ઝા A વાયરસ પણ સંક્રમણથી ફેલાય છે
જે રીતે કોરોનાના ઘણા દર્દીઓની સારવાર માટે તબીબોએ સ્ટીરોઈડનો ઉપયોગ કર્યો હતો, તેવી જ રીતે અત્યારે પણ સ્ટીરોઈડની જરૂર પડી રહી છે
જે રીતે કોરોના વાયરસને કારણે હોસ્પિટલ્સમાં લાંબી લાઈનો લાગી હતી, તે જ રીતે આ વાયરસને કારણે પણ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.
જો કે આ સમસ્યાનો ઉકેલ પણ છે. આ માટે કોવિડની જેમ ઉપચાર અને સાવચેતી જાળવવાની જરૂર છે. ICMRએ આ માટે કેટલીક ગાઈડલાઈન્સ જાહેર કરી છે-
- હાથને વારંવાર સાબુથી ધુઓ
- ભીડભાડવાળા વિસ્તારમાં જતાં બચો
- ઘરેથી બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરો
- ઉધરસ ખાતા કે છીંકતા સમયે મોઢા પર રુમાલ રાખો
- હાથ ધોયા વિના આંખ અને મોઢાંને સ્પર્શ ન કરશો
- ગરમ પાણી પીઓ અને ઉધરસનાં લક્ષણ દેખાય તો નાસ લો
- મીઠાં સાથેનાં ગરમ પાણીથી કોગળા કરો
- તાવ કે શરીરમાં દુખાવો હોય તો પેરાસિટામોલ લો
- લક્ષણોની શરૂઆત જણાય તો પોતાને આઈસોલેટ કરી લો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે