મિશનને ઝાટકો: સેના માટે મોકલેલ સેટેલાઇટ GSAT-6Aનો સંપર્ક તૂટ્યો
415.6 ટન વજન ધરાવતી તથા 49.1 મીટર લાંબી જીએ,એલવી રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના બીજા લોન્ચ પેડથી 29 માર્ચની સાંજે 4.56 કલાકે પ્રક્ષેપણ કરવામાં આવી હતી.
- જીસેટ-6એને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ કરવામાં આવી
- સંચાર ઉપગ્રહ જીસેટ-6એને બનાવવામાં 270 કરોડનો ખર્ચ થયો
- જીસેટ-6એ જીસેટ-6 ઉપગ્રહની સમાન છે
Trending Photos
નવી દિલ્હીઃ શક્તિશાળી કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-6Aનું ગુરૂવારના રોજ થયેલ લોન્ચિંગ બાદ હવે એક ખરાબ સમાચાર આવ્યા છે. શનિવારના રોજ ISROનો આ સંચાર ઉપગ્રહથી સંપર્ક તૂટી ગયો. તેને વૈજ્ઞાનિકોની સાથોસાથ સશસ્ત્ર સેનાઓ માટે પણ મોટો ઝાટકો માનવામાં આવી રહ્યો છે. ભારતીય સેના માટે સંચાર સર્વિસીસને મજબૂત બનાવનાર મહત્વકાંક્ષી GSAT-6Aનું ગુરૂવારે શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ થયું હતું. પરંતુ 48 કલાકથી ઓછા સમયમાં જ આ મિશનને ઝાટકો લાગ્યો છે. ઇસરોની તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સફળતાપૂર્વ ઘણા સમય સુધી ફાયરિંગ બાદ જ્યારે સેટેલાઇટ ત્રીજા અને અંતિમ તબક્કાની અંતર્ગત 1 એપ્રિલ 2018ના રોજ સામાન્ય ઑપરેટિંગની પ્રક્રિયામાં હતું, તેનાથી અમારો સંપર્ક તૂટી ગયો. સેટેલાઇટ GSAT-6Aથી ફરીથી લિંક માટે સતત કોશિષ ચાલી રહી છે.
એક બાજુ જ્યાં ઇસરોની તરફથી કહેવામાં આવી રહ્યું છે કે સેટેલાઇટને ફરીથી સંપર્ક સ્થાપિત કરવાની કોશિષ કરાઇ રહી છે, ત્યારે સૂત્રોના મતે પાવર સિસ્ટમ ફેલ થવાના લીધા સંપર્ક તૂટ્યો છે. GSLV-F08 લૉન્ચપેડ દ્વારા 2140 કિલોગ્રામ વજનના GSAT-6Aને પ્રક્ષેપિત કરાયા હતા. પહેલું ઑર્બિટ ઓપરેશન શુક્રવારની સાંજે 9.22 પર સફળતાપૂર્વક સંપન્ન થઇ ગયું હતું. ઑબિટના ઝુકાવ સિવાય ઉપગ્રહોને પૃથ્વીની નજીક અને સૌથી દૂરના બિંદુઓને બદલવાની પ્રક્રિયા પણ પૂરી થઇ ગઇ હતી.
પાવર સિસ્ટમ થઇ ફેલ?
લિક્વિડ અપૉજી મોટર(LAM) એન્જિન પણ બિલકુલ ઠીક કામ કરી રહ્યું હતું અને પહેલું ઑબિટ ઑપરેશન સફળ રહ્યું હતું. સૂત્રોના મતે એ સમયે કોમ્યુનિકેશન સેટેલાઇટ નક્કી જગ્યા પર પહોંચી ચૂકયું હતું.
બીજું ઑર્બિટ ઑપરેશન શનિવારના રોજ સાંજે 10.51 પર થવાનું હતું. એક સૂત્રના મતે આ ઑપરેશન પણ એલએએમ એન્જિનમાં ફાયરિંગની સાથે સફળ રહ્યું. બીજા ઑર્બિટ ઑપરેશન બાદ ઇસરોને અંદાજે ચાર મિનિટ સુધી સેટેલાઇટમાંથી ડેટા પ્રાપ્ત થયા. પરંતુ ત્યારબાદ ડેટા મળવાનો બંધ થઇ ગયો. શરૂઆતની શોધખોળમાં પાવર સિસ્ટમ ફેલ થઇ હશે તેમ કારણ માનવામાં આવી રહ્યું છે.
ISRO ચેરમેનની મેરેથન બેઠકને લઇ ગુરૂવારના રોજ સાંજે 9.22 વાગ્યે જે રીતે પહેલી એક્સરસાઇઝ બાદ સત્તાવાર નિવેદનમાં ઉલ્લેખ કરાયો હતો. પરંતુ આ વખતે એવું કંઇ પણ થયું નથી. તેની સાથે જ ત્રીજા ઑર્બિટની એક્સરસાઇઝ અંગે પણ કંઇ કહેવામાં આવ્યું નહીં. આ બધાની વચ્ચે શનિવારના રોજ ઇસરોના ચેરમેનના શિવન એ વૈજ્ઞાનિકોની સાથે મેરેથોન બેઠક કરી હતી.
આપને જણાવી દઇએ કે 2140 કિલોગ્રામ વજનના જીસેટ-6એ સંચાર સેટેલાઇટ લઇ જનાર જીએસએલવી એમકે-દ્વિતીય (જીએસએલવી-એફ08)ને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બીજા લૉન્ચ પેડ પરથી પ્રક્ષેપિત કરાયા હતા. આ પ્રક્ષેપણ યાનનું 12ની ઉડાન હતી. ઇસરોના મતે જીસેટ-6એ સેટેલાઇટના લૉન્ચિંગનો હેતુ રક્ષા ઉદ્દેશ્યો માટે સર્વિસીસ ઉપલબ્ધ કરાવાનો છે.
સેટેલાઇટમાં 6 મીટર પહોળું એન્ટેના છે, જે સેટેલાઇટમાં લાગનાર સામાન્ય એન્ટેનાથી ત્રણ ઘણું પહોળું છે. આ હેન્ડ હેલ્ડ ગ્રાઉન્ડ ટર્મિનલ દ્વારા કોઇપણ જગ્યાએથી મોબાઇલ કોમ્યુનિકેશનને સરળ બનાવશે. હજુ સુધી જીસેટ-6 કોમ્યુનિકેશન સર્વિસીસ પ્રદાન કરતું આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે