દુ:ખીછું, વાજપેયી એક મહાન વડાપ્રધાન હતા: મનમોહન સિંહે વ્યક્ત કર્યું દુ:ખ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનાં નિધન અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, રાષ્ટ્ર પ્રત્યે વાજપેયીની સેવાઓના લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે. સિંહે પુર્વ વડાપ્રધાન વાજપેયીનાં નિધન અંગે દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનાં દુખદ નિધન અંગે ભાળ મળી. તેઓ એક શાનદાર વક્તા, પ્રભાવી કવિ, અદ્વિતીય લોકસેવક, ઉત્કૃષ્ણ સાંસદ અને મહાન વડાપ્રધાન રહ્યા. 
દુ:ખીછું, વાજપેયી એક મહાન વડાપ્રધાન હતા: મનમોહન સિંહે વ્યક્ત કર્યું દુ:ખ

નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનાં નિધન અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, રાષ્ટ્ર પ્રત્યે વાજપેયીની સેવાઓના લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે. સિંહે પુર્વ વડાપ્રધાન વાજપેયીનાં નિધન અંગે દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનાં દુખદ નિધન અંગે ભાળ મળી. તેઓ એક શાનદાર વક્તા, પ્રભાવી કવિ, અદ્વિતીય લોકસેવક, ઉત્કૃષ્ણ સાંસદ અને મહાન વડાપ્રધાન રહ્યા. 

— ANI (@ANI) August 16, 2018

તેમણે કહ્યું કે, વાજપેયીજી આધુનિક ભારતનાં ઉચ્ચસ્થ નેતાઓમાંથી એક હતા. તેમણે પોતાનાં સંપુર્ણ જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કરી દીધું હતું. રાષ્ટ્ર પ્રત્યે તેમની સેવાઓનાં લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે,દેશે પોતાનો એક મોટું પુત્ર ગુમાવી દીધું. અટલજીને કરોડો લોકોનો પ્રેમ અને સન્માન મળ્યું.  તેમનાં પરિવાર અને તેમની સાથે જોડાયેલા લોકોને મારી સંવેદનાઓ અટલજી અમને ખુબ યાદ આવશે. 

— ANI (@ANI) August 16, 2018

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, હું નિશબ્દ ઝું શૂન્ય છું. જો કે ભાવનાઓનું પુર ઉમટી રહ્યું છે. આપણને તમામનાં શ્રદ્ધેય અટલજી આપણી વચ્ચે નથી રહ્યા. પોતાના જીવન પ્રત્યેક પળે તેમણે રાષ્ટ્રને સમર્પિત કરી દીધા હતા. તેમનું જવું એક યુગનો અંત છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news