ભારતે આજે મહાન સપૂત ગુમાવ્યો: રાહુલે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી અર્પી
રાહુલ ગાંધીએ લખ્યું કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી કરોડો ભારતીયોનાં સન્માનમાં હતા, વાજપેયીના પરિવાર અને પ્રશંસકોના માટે સંવેદના વ્યક્ત કરી
Trending Photos
નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉંડો શોક વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વીટર પર દુખ વ્યક્ત કરતા લખ્યું કે, ભારતે આજે મહાન સપુત ગુમાવ્યો છે. રાહુલ ગાંધીએ લખ્યું કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી કરોડો ભારતીયના સન્માનનીય હતા. તેમણે વાજપેયીનાં પરિવાર અને પ્રશંસકો માટે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે વાજપેયીના પરિવાર અને પ્રશંસક માટે સંવેદનાઓ વ્યક્ત કરી. આપણે હંમેશા તેમને યાદ કરીશું. અટલ બિહારી વાજપેયીએ સાંજે 05.05 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. નિધનની માહિતી એમ્સની તરફથી હેલ્થ બુલેટિનમાં આપવામાં આવી હતી.
સમગ્ર દેશમાં શોકની લાગણી દોડી ગઇ
વાજપેયીના નિધન અંગે વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કરતા લખ્યું કે, હું નિશબ્દ છું, શૂન્યમાં છું. પરંતુ ભાવનાઓની ભરતી થઇ રહી છે. શ્રદ્ધેય અટલજી આપણી વચ્ચે નથી રહ્યા. પોતાનાં જીવનનો પ્રત્યેક પળ તેમણે રાષ્ટ્રનો સમર્પીત કરી દીધા હતા. તેમના જીવનના યુગનો એક અંત છે. વાજપેયીનાં નિધન અંગે સમગ્ર દેશમાં શોકની લહેર દોડી ગઇ. સત્તાધારી પાર્ટી અને વિપક્ષ પાર્ટીનાં તમામ નેતાઓએ દુખ પ્રગટ કર્યું.
Today India lost a great son. Former PM, Atal Bihari Vajpayee ji, was loved and respected by millions. My condolences to his family & all his admirers. We will miss him. #AtalBihariVajpayee
— Rahul Gandhi (@RahulGandhi) August 16, 2018
11 જુન 2018ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં છેલ્લા 9 અઠવાડીયાથી દાખલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગુરૂવારે નિધન થઇ ગયું. અગાઉ વડાપ્રધાન મોદી પણ તેમની તબિયત પુછવા માટે એમ્સ ખાતે પહોંચ્યા હતા. ત્યાર બાદ વડાપ્રધાન મોદી એમ્સ માટે રવાના થયા હતા. બીજી તરફ ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત ઘણા મંત્રીઓ અને નેતાઓ પણ એમ્સમાં હાજર જ છે. સ્વાસ્થય મંત્રી જેપી નડ્ડાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અટલ બિહારી વાજપેયીની હાલત ગંભીર છે અને તેમના સ્વાસ્થય માટે ડોક્ટર્સ દ્વારા પોતાની તમામ શક્તિ અને અનુભવ કામે લગાડી દેવાયા છે. જો કે તેમના કેટલાક અંગો રિકવર થવાનું છોડી દીધું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે