J&K: પુલવામામાં IED વિસ્ફોટમાં એક નાગરિક ઘાયલ, સુરક્ષાદળોને કરાયા હતાં ટાર્ગેટ

જમ્મુ અને કાશ્મીરમાં એકવાર ફરીથી આતંકીઓએ વિસ્ફોટ દ્વારા સુરક્ષાદળોને નિશાન બનાવવાની કોશિશ કરી છે. આજે સવારે લગભગ 3 વાગે પુલવામાના ત્રાલના અમલર વિસ્તારમાં આતંકીઓએ આઈઈડી વિસ્ફોટને અંજામ આપ્યો. જેમાં એક નાગરિક ઘાયલ થયો. વિસ્ફોટ બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ  કરી દીધી છે. 
J&K: પુલવામામાં IED વિસ્ફોટમાં એક નાગરિક ઘાયલ, સુરક્ષાદળોને કરાયા હતાં ટાર્ગેટ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં એકવાર ફરીથી આતંકીઓએ વિસ્ફોટ દ્વારા સુરક્ષાદળોને નિશાન બનાવવાની કોશિશ કરી છે. આજે સવારે લગભગ 3 વાગે પુલવામાના ત્રાલના અમલર વિસ્તારમાં આતંકીઓએ આઈઈડી વિસ્ફોટને અંજામ આપ્યો. જેમાં એક નાગરિક ઘાયલ થયો. વિસ્ફોટ બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ  કરી દીધી છે. 

અત્રે જણાવવાનું કે પુલવામામાં પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો કર્યો હતો. જેમાં 40 જવાનો શહીદ થયા હતાં. આ આતંકી હુમલાને આદિલ અહેમદ ડારે અંજામ આપ્યો હતો. આ બાજુ શુક્રવારે રાજ્યના કૂપવાડા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક અધિકારી સહિત પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થયાં. આ સાથે એક નાગરિકનું પણ મોત થયું. 

પાકિસ્તાન સરહદે સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે. રાજોરી અને પૂંછ જિલ્લાઓમાં એલઓસી પાસે અનેક વિસ્તારોમાં પાકિસ્તાન સતત આઠમા દિવસે પણ ફાયરિંગ કરી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે આતંકીઓની હાજરીની ગુપ્ત માહિતી મળતા સુરક્ષાદળોએ શુક્રવારે સવારે કૂપવાડા જિલ્લાના બાબાગુંડ વિસ્તારને ઘેરો ઘાલીને સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. 

J&K: बड़ी आतंकी साजिश नाकाम, पुलवामा में IED धमाके में 1 नागरिक घायल, निशाने पर थे सुरक्षाबल

તેમણે જણાવ્યું કે સર્ચ અભિયાન દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી  કરી હતી. આતંકીઓએ સુરક્ષાદળો પર અંધાધૂંધ ફાયરિંગ કરતા નવ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા જેમાંથી પાંચ શહીદ થયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news