પુલવામા

J&K: પુલવામામાં આતંકી અથડામણ, 2 આતંકીઓનો ખાત્મો, હજુ છૂપાયેલા હોઈ શકે છે આતંકીઓ

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે સુરક્ષાદળોએ બે આતંકીઓને અથડામણમાં ઠાર કર્યા. આ અથડામણ પુલવામાના તિકેન વિસ્તારમાં થઈ. મળતી માહિતી મુજબ હજુ પણ વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે. જેમની શોધમાં હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. 

Dec 9, 2020, 10:39 AM IST

જમ્મુ-કાશ્મીરઃ પુલવામા આતંકી હુમલામાં 12 સ્થાનીક લોકો ઈજાગ્રસ્ત, CRPFની ટીમ પર ફેંક્યું હતું ગ્રેનેડ

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બુધવારે સુરક્ષાદળોની એક ટુકડી પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં 12 સ્થાનીક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

Nov 18, 2020, 11:11 PM IST

J&K: ડ્રોનથી શૂટ કરવામાં આવી આતંકીની શરણાગતિ, જુઓ Live Video

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લા (Pulwama District)ના પંપોર (Pampore)માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. લગભગ 20 કલાક ચાલેલા આ ઓપરેશનમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઠાર માર્યા છે. જ્યારે એક આતંકીએ આત્મસમર્પણ કર્યું છે. આતંકીના સરેન્ડરને ડ્રોનથી રેકોર્ડ કરવામાં આવ્યું.

Nov 6, 2020, 05:43 PM IST

J&K: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, 16 કલાકમાં 4 આતંકવાદીઓ ઠાર

છેલ્લા 16 કલાકમાં જમ્મુ-કાશ્મીરના પુલવામા અને કુલગામમાં આતંકવાદીઓ સાથે ચાલી રહેલી અથડામણમાં ભારતીય સેનાએ 4 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.

Oct 10, 2020, 06:42 PM IST

J&K: પુલવામામાં આતંકી અથડામણમાં 3 આતંકીઓ ઠાર, જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. 24 કલાકમાં આ બીજુ એન્કાઉન્ટર શરૂ થયું છે. સેનાના જણાવ્યાં મુજબ દક્ષિણ કાશ્મીરના પુલવામાના જદૂરા ગામમાં સુરક્ષાદળોએ આતંકીઓનો ખાતમો બોલાવ્યો છે. 

Aug 29, 2020, 07:47 AM IST

J&K: પુલવામામાં આતંકી અથડામણમાં એક આતંકીનો ખાતમો, સેનાનો જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. પુલવામાના એક ગામમાં આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ 2થી 3 આતંકીઓ છૂપાયેલા છે. છેલ્લે મળતી માહિતી મુજબ અથડામણમાં એક આતંકી ઠાર થયો છે. ઓપરેશન હજુ ચાલુ છે. આ અથડામણમાં સેના અને પોલીસનો એક-એક જવાન ઘાયલ થયો હતો. જેમાંથી સેનાનો જવાન શહીદ થયો છે. જ્યારે એક આતંકી પણ ઠાર થયો છે.

Jul 7, 2020, 07:49 AM IST

J&K: પુલવામામાં આતંકીઓએ કર્યો IED વિસ્ફોટ, CRPF જવાન ઘાયલ 

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આજે સવારે એક IED વિસ્ફોટ થયો છે. એવું કહેવાય છે કે આતંકીઓએ સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ કરીને આ વિસ્ફોટ કર્યો. જેમાં એક CRPF જવાન ઘાયલ થયો છે જે સારવાર હેઠળ છે. સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિસ્ફોટ કેવી રીતે થયો તેની તપાસ થઈ રહી છે. 

Jul 5, 2020, 09:05 AM IST

J&K: પુલવામા એન્કાઉન્ટરમાં IED એક્સપર્ટ વલીદ ભાઇ સહિત 3 આતંકવાદી ઠાર માર્યા

સુરક્ષાબળોને કાશ્મીરમાં મોટી સફળતા મળી છે. થોડા દિવસો પહેલાં સુરક્ષાબળોએ IED દ્વારા કરવામાં આવી રહેલા એક કાર બ્લાસ્ટને નિષ્ફળ બનાવ્યો હતો, એન્કાઉન્ટરમાં તેનો માસ્ટરમાઇન્ડ વલીદ ભાઇ મોતને ભેટ્યો છે.

Jun 3, 2020, 11:58 AM IST

J&K: પુલવામામાં જૈશના 3 આતંકવાદી ઠાર માર્યા, મધરાતથી ચાલી રહ્યું હતું ઓપરેશન

સાઉથ કાશ્મીરમાં પુલવામા (Pulwama) જિલ્લામાં કંગન વાનપોરા વિસ્તારમાં સુરક્ષાબળોએ જૈશ એ મોહમંદ (Jaish e Mohammad)ના 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. મધરાતથી સુરક્ષાબળો અને આતંકવદીઓ વચ્ચે મુઠભેડ ચાલી રહી હતી.

Jun 3, 2020, 11:17 AM IST

પુલવામા પાર્ટ 2 મામલે સુરક્ષાદળોને મળી મોટી સફળતા, હિજબુલ આતંકીના ભાઈની ધરપકડ

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં IEDથી ભરેલી કાર મળવા મામલે એક મોટી કાર્યવાહી થઈ છે. પોલીસે સફેદ સેન્ટ્રો કારના માલિક હિદાયતુલ્લાના ભાઈની ધરપકડ કરી છે. તે શોપિયાનો રહીશ છે. આતંકી હિદાયતુલ્લા 2019થી જ હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો છે. પુલવામા જેવા હુમલાને ફરીથી દોહરાવવાના ષડયંત્રમાં આ કારનો ઉપયોગ થવાનો હતો. પરંતુ સમયસર સુરક્ષાદળે ષડયંત્ર પકડી પાડ્યું, કારને જપ્ત કરી અને બ્લાસ્ટ કરી ઉડાવી દીધી. આતંકીઓએ વિસ્ફોટકો ભરેલી કા માટે કઠુઆની જે બાઈકની નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો તેને પણ પોલીસે મેળવી લીધી છે. 

May 29, 2020, 01:25 PM IST

પુલવામા: વિસ્ફોટકવાળી કારના માલિક વિશે થયો મોટો ખુલાસો, એક વર્ષથી ચાલતું હતું પ્લાનિંગ

સુરક્ષાદળોએ ગુરવારે સવારે જે સફેદ રંગની કારને કંટ્રોલ બ્લાસ્ટ દ્વારા ઉડાવી તેના અંગે હવે મોટો ખુલાસો થયો છે. આ કાર હિદાયતુલ્લાહ મલિક નામના વ્યક્તિની હતી. તેના પિતાનું નામ એબી મલિક છે. કહેવાય છે કે આ આતંકી શોપિયાના શરતપોરા ગામનો રહીશ છે. તે આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો છે અને જુલાઈ 2019થી ઘાટીમાં એક્ટિવ છે. અત્રે જણાવવાનું કે પોલીસ પહેલા જ કહી ચૂકી છે કે આ ષડયંત્ર પાછળ મુખ્યત્વ જૈશ એ મોહમ્મદનો હાથ હતો. જેમાં હિજબુલ મુજાહિદ્દીન તેને મદદ કરી રહ્યું હતું. 

May 29, 2020, 08:48 AM IST

IGએ જણાવ્યો પુલવામામાં શું હતો આતંકવાદીઓનો પ્લાન, એક અઠવાડિયા પહેલાં મળ્યા હતા ઇનપુટ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે એક મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. અહીં એક ગાડીમાં મોટી માત્રામાં IED હતો, જેને સુરક્ષાબળોએ ટ્રેક કરી તેને ડિફ્યૂઝ કરી દીધો.

May 28, 2020, 12:09 PM IST

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં 20 કિલો IED વિસ્ફોટક સાથે મળી કાર, ડ્રાઇવર ફરાર

આતંકવાદી ફરી એકવાર પુલવામા (Pulwama) હચમચાવવા માંગતા હતા. તેમણે એક કારમાં વિસ્ફોટક રાખ્યો હતો, પરંતુ તેમના નાપાક ઇરાદા સફળ થઇ શક્યા નહી. ભારતીય જાંબાજોએ વિસ્ફોટકને નિષ્ક્રિય કરી દીધા

May 28, 2020, 10:37 AM IST

પુલવામામાં વધુ એક સફળતા! જૈશ એ મોહમ્મદના આતંકીઓના 4 હેલ્પરની ધરપકડ

જમ્મુ અને કાશ્મીર પોલીસે પુલવામા જિલ્લામાં મંગળવારે જૈશ એ મોહમ્મદના આતંકીઓના ચાર મદદનીશોની ધરકપકડ કરી લીધી છે. 

May 13, 2020, 08:21 AM IST

J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, હિજબુલનો ટોપ કમાન્ડર રિયાઝ નાયકૂ ઠાર, 12 લાખનું હતું ઈનામ

કાશ્મીર ઘાટીમાં એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. હિજબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાન્ડર રિયાઝ નાયકૂ માર્યો ગયો છે.  રિયાઝ નાયકૂના માથે 12 લાખનું ઈનામ હતું. આતંકી રિયાઝ નાયકૂને સુરક્ષાદળોએ આતંકીઓની સૌથી ખતરનાક શ્રેણી A++માં તેને રાખ્યો હતો. એક સમયે નાયકૂ મેથ્સ ટીચર હતો અને ત્યારબાદ આતંકી બની ગયો. 

May 6, 2020, 02:38 PM IST
3 terrorists killed tral jammu and kashmir watch video on zee 24 kalak PT2M11S

J&K: પુલવામાના ત્રાલમાં અથડામણ, 3 આતંકીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મોડી રાતે 3 આતંકીઓને ઠાર કરાયા છે. આતંકી સ્થાનિક હોવાનું કહેવાય છે.

Feb 19, 2020, 09:25 AM IST

જમ્મુ કાશ્મીર : ત્રાલના આતંકીઓનો ખેલ કરાયો ખતમ, સુરક્ષા દળોને મળી મોટી સફળતા

આતંકીઓ પાસેથી એકે-47, એકે-56, પિસ્તોલ અને હેન્ડ ગ્રેનેડ મેળવવામાં આવ્યા છે. આ મામલે સુરક્ષા દળને સારી એવી સફળતા મળી છે

Feb 19, 2020, 09:04 AM IST
Rahul Gandhi tweet on one year complition of Pulwama attack, reaction of BJP PT11M31S

રાહુલ ગાંધીની પુલવામા ટ્વિટ બાદ વિવાદ વકર્યો, ભાજપે ઉઠાવ્યા સવાલ

પુલવામા હુમલાની પહેલી વરસીએ પણ શહીદોને લઇને રાજનીતિ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પુલવામા હુમલાને એક વર્ષ પુર્ણ થતા શહીદોને શ્રદ્ધાંજલિ આપતી ટ્વિટ કરી છે. જેમાં તેમણે ત્રણ સવાલ પૂછ્યા. ત્યારે ભાજપે રાહુલ ગાંધી અને કોંગ્રેસની વિચારધારા પર સવાલ ઉઠાવ્યા. ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો.

Feb 14, 2020, 12:05 PM IST
Preparation for Donald Trump visit in Gujarat, IAS and IPS officers gets duty PT2M54S

ટ્રમ્પની મુલાકાતની જવાબદારી 18થી વધુ IAS-IPS અધિકારીઓને સોંપાઈ

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપની અમદાવાદ મુલાકાતની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. જેના માટે રાજ્ય અને શહેરના વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. ટ્રમ્પની મુલાકાતની જવાબદારી 18થી વધુ IAS અને IPS અધિકારીઓને સોંપવામાં આવી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાને એરપોર્ટથી એરપોર્ટની જવાબદારી સોંપવામાં આવી છે. જેઓ સાંસ્કૃતિક કાર્યક્રમની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. સલામતિ, કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસ વડા શિવાનંદ ઝા અને અમદાવાદ કમિશ્નર આશિષ ભાટિયાને સોંપવામાં આવી છે. એરપોર્ટ પર ટ્રમ્પનું રેડ કાર્પેટ પાથરી સ્વાગત કરવામાં આવશે. જ્યાં ત્રણેય પાંખના ગાર્ડ તેમને સલામી આપશે.

Feb 14, 2020, 12:00 PM IST
Rahul Gandhi tweet on one year complition of Pulwama attack PT2M8S

પુલવામા હુમલાની પહેલી વરસી પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ

પુલવામા હુમલાની પહેલી વરસીએ પણ શહીદોને લઇને રાજનીતિ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પુલવામા હુમલાને એક વર્ષ પુર્ણ થતા શહીદોને શ્રદ્ધાંજલિ આપતી ટ્વિટ કરી છે. જેમાં તેમણે ત્રણ સવાલ પૂછ્યા. આ સાથે જ હુમલાથી કોને ફાયદો થયો એ સવાલ પણ ઉઠાવ્યો. હુમલા પાછળ થયેલી તપાસમાં શું બહાર આવ્યું? આ હુમલા પાછળ અને સુરક્ષા ચૂકને લઇને ભાજપમાંથી કોણ જવાબદાર?

Feb 14, 2020, 11:25 AM IST