પાકિસ્તાન શાંતિ ઇચ્છતું હોય તો આતંકવાદીઓ મોકલવાનું બંધ કરે: રાવત
પાકિસ્તાન શાંતિ ઇચ્છતું હોય તો સૌ પ્રથમ આતંકવાદીઓનો આશરો બંધ કરે અને ભારત આતંકવાદીઓને મોકલવાનું પણ બંધ કરે
- આતંકવાદીઓ વિરુદ્ધ અટકાવાયેલ અભિયાનને વધારવા અંગે વિચારણા
- આતંકવાદી હરકત જો વધશે તો અભિયાન ફરીથી ચલાવવા મજબુર
- આતંકવાદીઓને ઘૂસાડવા માટે સંઘર્ષ વિરામ ઉલ્લંઘન કરાય છે
Trending Photos
પહલગામ : સેનાપ્રમુખ જનરલ બિપિન રાવતે શુક્રવારે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં સેનાની તરફથી અટકાવાયેલા અભિયાનની અવધિ વધારવામાં આવી શકે છે, પરંતુ આતંકવાદીઓને કોઇ પણ હરકત પર ફરીથી વિચારણા કરવી પડશે. રાવતે તેમ પણ કહ્યું કે પાકિસ્તાન જો શાંતિ જાળવી રાખવા માંગે છે તો તેણે આતંકવાદીઓને મોકલવાનું બંધ કરવું જોઇએ. શ્રીનગરથી 95 કિલોમીટર દુર પહેલગામમાં એક કાર્યક્રમમાં જનરલ રાવતે પત્રકારોને કહ્યું કે, જો પાકિસ્તાન સાચે જ શાંતિ ઇચ્છતું હોય તો તેણે સૌથી પહેલા પોતાની તરફથી આતંકવાદીઓની ઘૂસણખોરી બંધ કરવી પડશે.
શ્રીનગરથી 95 કિલોમીટર દુર પહેલગામમાં એક કાર્યક્રમમાં જનરલ રાવતે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, જો પાકિસ્તાન ખરેખર શાંતિ ઇચ્છતું હોત તો તેણે આતંકવાદીઓને આશરો આપવા ઇચ્છતું હોય તો તેણે આતંકવદીઓને આશરો આપવાનું બંધ કરવું જોઇએ. પાકિસ્તાન સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે, જેનાં કારણે જાન-માલનું નુકસાન થઇ રહ્યું છે. જ્યારે આવી ઉશ્કેરણીજનક હરકત થાય છે તો પછી વળતો જવાબ આપવો પડે છે. અમે ચુપ ન બેસી શકીએ.જો સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન થશે તો અમારા તરફથી પણ કાર્યવાહી કરવામાં આવશે.
જનરલ રાવતે કહ્યું કે, શાંતિ માટે જરૂરી છે કે સીમા પારથી આતંકવાદનો ખાત્મો કરવામાં આવે. સેના પ્રમુખે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી વિરોધી અભિયાન રોકવાની પહેલનો ઇરાદો શાંતિ જ છે. જો શાંતિ માટે યોગ્ય વાતાવરણ રાખવામાં આવ્યું તો અમે આતંકવાદ વિરોધી અભિયાનને શાંત કરવાનો પ્રયાસ કરીશું. પરંતુ જો આતંકવાદી હરકત ફરીથી થઇ અથવા સંઘર્ષવિરામ ઉલ્લંઘન થયું તો મુંહતોડ જવાબ આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે