ધોરાજીના યુવકે રાષ્ટ્રપતિ, PM મોદી,CM રૂપાણીને પત્ર લખીને કરી વિચિત્ર માગ

દલિતો પર અત્યાચારના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. જેને પગલે દલિતોમાં આક્રોશ વધ્યો છે. રાજકોટના ધોરાજીમાં રહેતા એક યુવાને આ મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે દલિત હોવાને લીધે તેને આરોપી ગણી કેસ દાખલ કરવામાં આવે.  

ધોરાજીના યુવકે રાષ્ટ્રપતિ, PM મોદી,CM રૂપાણીને પત્ર લખીને કરી વિચિત્ર માગ

સંકેત મકવાણા, ધોરાજી: દલિતો પર અત્યાચારના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. જેને પગલે દલિતોમાં આક્રોશ વધ્યો છે. રાજકોટના ધોરાજીમાં રહેતા એક યુવાને આ મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે દલિત હોવાને લીધે તેને આરોપી ગણી કેસ દાખલ કરવામાં આવે.  

મળતી માહિતી મુજબ ધોરાજીમાં રહેતા 27 વર્ષના યુવાન સંકેત મકવાણાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને પત્ર લખ્યો છે. પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તેને આરોપી ગણીને તેની સામે કેસ દાખલ કરવામાં આવે. કારણ કે પોતે દલિત છે અને દલિત હોવું અપરાધ હોય તો કેસ દાખલ કરો. છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં દલિતો પર અત્યાચારના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્યભરના દલિતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

ધોરાજીના યુવકે રાષ્ટ્રપતિ, PM મોદી,CM રૂપાણીને પત્ર લખીને કરી વિચિત્ર માગ

સંકેત નામના આ યુવકે હૈદરાબાદના ખુબ ચર્ચિત રોહિત વેમુલા આત્મહત્યા કેસ, ઉના દલિત કાંડ અને અન્ય દલિતો પરના અત્યાચારનો ઉલ્લેખ કર્યો છે. યુવકે પત્રમાં લખ્યું છે કે તેના ઉપર યોગ્ય ગુનો દાખલ કરવામાં આવે, કારણ કે તે દલિત છે. ભારતમાં રોજેરોજ દલિતો પર અત્યાચારો વધી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news