એક ભૂલના લીધે 28,500નો આવશે મેમો, તાત્કાલિક નંબર પ્લેટ ચેક કરી લો નહીં તો ગાડી પણ થશે જપ્ત

ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક ફોર્ચ્યુનર કારના માલિકે તોતિંગ દંડ ભરવો પડ્યો છે. ટ્રાફિક પોલીસે ગાડીનો 28 હજાર 500 રૂપિયાનો મેમો ઈસ્યૂ કર્યો. એટલું જ નહીં ગાડી પણ જપ્ત થઈ ગઈ છે. 

એક ભૂલના લીધે 28,500નો આવશે મેમો, તાત્કાલિક નંબર પ્લેટ ચેક કરી લો નહીં તો ગાડી પણ થશે જપ્ત

લખનઉઃ તમે ઘણી એવી ગાડીઓ જોઈ હશે જેમાં નંબર પ્લેટ પર અન્ય લખાણ પણ હશે. કેટલાક લોકો ભગવાનનું નામ, પોતાની જ્ઞાતિ સહિતના લખાણ નંબર પ્લેટ પર લખાવતા હોય છે. આવી એક ઉત્તર પ્રદેશના વારાણસીમાં ફોર્ચ્યુનર ગાડીના માલિકને ભૂલ ભારે પડી. ફોર્ચ્યુનર ગાડીના માલિકે નંબર પ્લેટ પર નંબરના બદલે ઠાકુર લખાવ્યું હતું. સાથે ગાડીમાં આગળના ભાગે પોલીસનું બોર્ડ પણ લગાવ્યું હતું. પરંતુ ટ્રાફિક  પોલીસે આ ગાડીનું 28 હજાર 500 રૂપિયાનો મેમો ફાડ્યો. સાથે જ ગાડીને જપ્ત પણ કરી. જો તમારી ગાડીની નંબર પ્લેટ પર આવું લખાણ હશે તો તમારે પણ દંડ ભરવાનો વારો આવી શકે છે.

શું હતો સમગ્ર માલો?
વારણસીના કૈંટ પોલીસ સ્ટેશન અંતર્ગત એક ફોર્ચ્યુનર કારની નંબર પ્લેટ પર ઠાકુર શબ્દ લખેલું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી વારાણસી પોલીસ એક્શનમાં આવી અને ચેકિંગ દરમિયાન કારને રોકી હતી. પરંતુ ત્યારે ગાડીનો માલિક પોલીસ સાથે બબાલ કરવા લાગ્યો હતો. ત્યારે રોફ જમાવતા ડ્રાઈવરને પાઠ ભણાવવા પોલીસે ફોર્ચ્યુનર ગાડીને જપ્ત કરી હતી. સાથે જ 28 હજાર 500 રૂપિયાનો મેમો પણ ફાડ્યો. જેનાથી પોલીસે સંદેશો આપ્યો કે આવા પ્રકારની નંબર પ્લેટ રાખનાર સામે કડક કાર્યવાહી થશે.

શું હોય છે નિયમો?
કેન્દ્રીય મોટરયાન નિયમ 1990ના નિયમ 50 અને 51માં નંબર પ્લેટ માટેની જોગવાઈ છે. આ નિયમો મુજબ ગાડીની નંબર પ્લેટ સાથે ચેડા નથી કરી શકાતા. RTO દ્વારા જેવી નંબર પ્લેટ આપવામાં આવે છે તેવી જ રાખવી જરૂરી છે. નિયમ મુજબ નંબર પ્લેટ પર પ્રધાન, સરપંચ, કોઈ જ્ઞાતિનો સિમ્બોલ કે લખાણ લખી નથી શકાતા. જેથી નંબર પ્લેટ પર ક્યારેય આવા લખાણ ના લખવા જોઈએ. સાથે નંબર પ્લેટ પર લીંબુ, મરચા સહિતની સામગ્રી પણ ના બાંધવી જોઈએ. જો નિયમ તોડશોતો મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 192(1) અંતર્ગત દંડ પણ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news