'હનુમાનજી જેવા છે IGNOUના પ્રોફેસરો' જાણો કેન્દ્રીય શિક્ષણમંત્રીએ શા માટે આપ્યું આવું નિવેદન

દેશમાં છેલ્લા કેટલાક દિવસથી હનુમાન ચાલીસાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવું નિવેદન આપ્યું. (IGNOU)ના 35મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા તેમણે કહ્યું કે IGNOUના તમામ પ્રોફેસરો અને દેશભરમાં તેના પ્રાદેશિક કેન્દ્રો સાથે જોડાયેલા શિક્ષકોમાં હનુમાનજીના ગુણો છે.

'હનુમાનજી જેવા છે IGNOUના પ્રોફેસરો' જાણો કેન્દ્રીય શિક્ષણમંત્રીએ શા માટે આપ્યું આવું નિવેદન

નવી દિલ્લીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસથી હનુમાન ચાલીસાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવું નિવેદન આપ્યું. (IGNOU)ના 35મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા તેમણે કહ્યું કે IGNOUના તમામ પ્રોફેસરો અને દેશભરમાં તેના પ્રાદેશિક કેન્દ્રો સાથે જોડાયેલા શિક્ષકોમાં હનુમાનજીના ગુણો છે. હનુમાનજી સમાજની સેવા કરવા અને આદિવાસીઓનો અવાજ બનવા માટે જાણીતા છે. ઈગ્નૂ(IGNOU)ના પ્રોફેસરો ભગવાન હનુમાન જેવા છે જેમણે તેમની શક્તિનો અહેસાસ ન હતો. IGNOUના પ્રોફેસરોના કામની પ્રશંસા થવી જોઈએ.

 

— ANI (@ANI) April 26, 2022

 

શિક્ષકોમાં હનુમાનજીના ગુણો-
હનુમાન ચાલીસાને લઈને તાજેતરના વિવાદો પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, 'આપણા દેશમાં સહિષ્ણુતા વિષય પર બોલવામાં આવે છે અને લખવામાં આવે છે. કેટલીકવાર અમને વિદેશમાંથી પણ આ વિશે સલાહ મળે છે. પરંતુ મને લાગે છે કે તે આપણી લોકશાહીમાં જડાયેલું છે.

વિદ્યાર્થી નેતા શિક્ષણ મંત્રી બન્યા-
ધર્મેન્દ્ર પ્રધાને દીક્ષાંત સમારોહમાં કહ્યું કે દેશભરમાં કુલ 2,91,588 વિદ્યાર્થીઓએ ડિગ્રી અને ડિપ્લોમા મેળવ્યા હતા જે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. તેમણે કહ્યું કે હું અહીં એક વિદ્યાર્થી તરીકે આવ્યો છું, વિદ્યાર્થી એ માનસિક સ્થિતિ છે, તે એક વિચાર છે, તમે જ્યાં પણ હોવ, તમે જે પણ હોવ, જો તમારે શીખવું હોય તો તમે વિદ્યાર્થી છો.' ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે તેઓ વિદ્યાર્થી નેતા રહ્યા છે અને હવે શિક્ષણ મંત્રી બન્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news