નરેશ પટેલ માટે આજે નિર્ણાયક દિવસ! રાજનીતિમાં એન્ટ્રી લેવી કે નહીં, જોઈએ 'સમાજ' શું કહે છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ હાલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. હાલ નરેશ પટેલ હાર્દિક પટેલને લઈને રાજનીતિમાં જબરદસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલ સ્થાનિક નેતૃત્વથી કંટાળીને કેસરિયા કરશે કે નહીં તેની અનેક ચર્ચાઓ સંકેત વિશે ચર્ચા થઈ રહી છે.

નરેશ પટેલ માટે આજે નિર્ણાયક દિવસ! રાજનીતિમાં એન્ટ્રી લેવી કે નહીં, જોઈએ 'સમાજ' શું કહે છે

રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ હાલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. હાલ નરેશ પટેલ હાર્દિક પટેલને લઈને રાજનીતિમાં જબરદસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલ સ્થાનિક નેતૃત્વથી કંટાળીને કેસરિયા કરશે કે નહીં તેની અનેક ચર્ચાઓ સંકેત વિશે ચર્ચા થઈ રહી છે. તેવામાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજનીતિમાં પ્રવેશવું જોઈએ કે નહીં? કંઈ પાર્ટીમાં જોડાશે જેવા અનેક ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આજે ખોડલધામ ખાતે ટ્રસ્ટીઓ સાથેતબક્કાવાર બેઠકોનો દૌર ચાલશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ અને અગ્રણીઓ તેમજ અન્ય સમાજના લોકોની ખોડલધામ ખાતે નરેશ પટેલ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સામાજિક ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ મનહર પટેલ તેમજ આગેવાનો દ્વારા નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરે તો ગુજરાતનું ભવિષ્ય ઊજળું બને તેવી લાગણી દર્શાવી હતી.

સવારે ૧૧ થી ૧૧:૩૦ - ખોડલધામ મંદિર ટ્રસ્ટની બેઠક યોજાશે ત્યારબાદ ૧૧:૩૦ થી ૧૨ - સરદાર પટેલ કલચર ફાઉન્ડેશનની બેઠક અને પછી ૧૨ થી ૧૨:૩૦ - સોમનાથ લેઉવા પટેલ અતિથિ ભવનના ટ્રસ્ટીઓની બેઠક, ૧૨:૩૦ થી ૧ - ઓલ ગુજરાતના કન્વીનરોની બેઠક એમ તબક્કાવાર ટ્રસ્ટીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મહાસભા અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે.  ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સર્વે હજુ ચાલુ છે. તેવામાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે અન્ય કોઈ પાર્ટીમાં તેણે લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ છે, ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં ખેંચીને ગુજરાતમાં તેમણે મોટી જવાબદારી સોંપીને નવી રણનીતિ બનાવીને ભાજપને હંફાવી શકત પરંતુ હવે તે વાત પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. તો બીજી તરફ ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસમાં ખેંચીને પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર તેમણે ઉતારી શકવાની રણનીતિ બનાવવામાં આવી હતી, પરંતુ હવે પ્રશાંત કિશોર વગર નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તે લાગતું નથી.

કોણ કોણ ઉપસ્થિત રહેશે બેઠકમાં.

1.નરેશભાઈ પટેલ
ચેરમેન ખોડલધામ.

2.રમેશભાઈ ટીલાળા
ટ્રસ્ટી ખોડલધામ.

3.દિનેશભાઇ કુંભાણી
ટ્રસ્ટી,ખોડલધામ

4.નરશીભાઈ પટેલ
ટ્રસ્ટી ખોડલધામ.

5.ગોપાલભાઈ વસ્તાપરા
ટ્રસ્ટી ખોડલધામ.

6.રાજુભાઈ હીરપરા
ટ્રસ્ટી ખોડલધામ

7.વી.પી વૈષ્ણવ
લેઉવા પાટીદાર આગેવાન

8.દિનેશભાઇ ચોવટિયા
અગ્રણી લેઉવા પાટીદાર.

9.હસમુખભાઈ લૂંણાગરિયા
પ્રવક્તા,ખોડલધામ..
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news