આડાસંબંધોનો કકળાટ: પતિ બન્યો હેવાન, પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યો વીજળી....

છત્તીસગઢ આર્મ્ડ ફોર્સના એક જવાને પત્નીના આડા સંબંધો હોવાના શકમાં હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી.

Updated By: Jul 19, 2018, 03:54 PM IST
આડાસંબંધોનો કકળાટ: પતિ બન્યો હેવાન, પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યો વીજળી....

રાયપુર: છત્તીસગઢ આર્મ્ડ ફોર્સના એક જવાને પત્નીના આડા સંબંધો હોવાના શકમાં હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી. તેણે કથિત રીતે પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં વીજળીનો તાર નાખી દીધો જેના કારણે પત્નીને કરંટ લાગ્યો અને તેનું મોત નિપજ્યું. આ દંપત્તિના બે બાળકો માતાના મોત બાદ નોંધારા બની ગયાં. આ ભયંકર ઘટના રાજ્યના બલોદબાજાર-ભાટપારા જિલ્લાની છે. પોલીસે આરોપી જવાનની ધરપકડ કરી લીધી છે. 

સરગાંવ પોલીસ ચોકીના સહાયક સબ ઈન્સ્પેક્ટર પારસ રામ જગતે જણાવ્યું કે આરોપીની ઓળખ સુરેશ મિરી તરીકે થઈ છે. તે દંતેવાડામાં છત્તીસગઢ આર્મ્ડ ફોર્સમાં કૂકનું કામ કરે છે. તેણે કહ્યું કે જ્યારે તેની પત્ની લક્ષ્મી બાથરૂમમાં કપડાં ધોઈ રહી હતી ત્યારે સુરેશ પહોંચ્યો અને લક્ષ્મીની પીટાઈ શરૂ કરી દીધી. લક્ષ્મી જ્યારે બેહોશ થઈ ગઈ તો મિરીએ તેના પ્રાઈવેટ પાર્ટમાં વીજળીનો તાર નાખી દીધો. કરંટ લાગવાથી લક્ષ્મીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. 

પૂછપરછ દરમિયાન મિરીએ પત્ની લક્ષ્મીની હત્યાની વાત કબુલી છે. મિરીએ જણાવ્યું કે તેને પત્નીના લગ્નેત્તર સંબંધ હોવાનો શક હતો. જગતે જણાવ્યું કે બુધવારે બપોરે પતિ અને પત્ની વચ્ચે ખુબ ઉગ્ર દલીલો થઈ હતી. પોલીસે મિરીની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે મિરીએ સાસરીયાઓને ફોન કરીને જણાવ્યું હતું કે લક્ષ્મીનું બીમારીના કારણે મોત નિપજ્યું.

મિરીએ એક વેન પણ બુક કરાવી હતી જેથી કરીને લક્ષ્મીના મૃતદેહને તેના પૈતૃક ગામ ખજીરી લઈ જઈ શકાય. આ દરમિયાન લક્ષ્મીના પરિવારજનો આવી ગયા અને તેમને મૃતદેહ જોઈને શક ગયો. તેમણે તરત પોલીસને સૂચના આપી. પોલીસે મિરીની ધરપકડ કરીને તેના ઘરને સંપૂર્ણ રીતે સીલ કરી દીધુ છે તથા આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.