મોદી સરકારને મળ્યો આ પાર્ટીના 37 સાંસદોનો સાથ, અવિશ્વાસના પ્રસ્તાવ વિરૂદ્ધ કરશે વોટિંગ!

હાલમાં રાષ્ટ્રીય રાજકારણમાં ઉથલપાથલ ચાલી રહી છે

મોદી સરકારને મળ્યો આ પાર્ટીના 37 સાંસદોનો સાથ, અવિશ્વાસના પ્રસ્તાવ વિરૂદ્ધ કરશે વોટિંગ!

સલેમ (તામિલનાડુ) : તામિલનાડુના મુખ્યમંત્રી પલાનીસામીએ ગુરુવારે સંકેત આપ્યો છે કે તેમની પાર્ટી અન્નાદ્રમુક વડાપ્રધાન મોદીની સરકાર વિરૂદ્ધ લાવવામાં આવનાર અવિશ્વાસના પ્રસ્તાવને સમર્થન નહીં આપે. તેમણે કહ્યું છે કે આ પ્રસ્તાવ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) દ્વારા આંધ્ર પ્રદેશના હિત સાથે જોડાયેલા મુ્દાઓ મામલે લેવામાં આ્વ્યો છે. 

પલાનીસામીએ કહ્યું છે કે જ્યારે અન્નાદ્રમુકના સાંસદોએ કાવેરી મેનેજમેન્ટ બોર્ડ તેમજ કાવેરી જલ નિયમન સમિતિના ગઠનને લઈને લગભગ ત્રણ અઠવાડિયા સુધી લોકસભાની કાર્યવાહી ચાલવા નહોતી દીધી. એ સમયે કોઈ પાર્ટીએ તામિલનાડુનું સમર્થન નહોતું કર્યું. 

— ANI (@ANI) July 19, 2018

અન્નાદ્રમુક અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે કે નહીં આ વિશે કરાયેલા સવાલમાં પલાનીસામીએ કહ્યું છે કે તમારે એ સમજવું પડશે. ટીડીપી આંધ્ર પ્રદેશની સમસ્યાને લઈને અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવે. તામિલનાડુથી જ્યારે અન્નાદ્રમુક સાંસદોએ સંસદ નહોતી ચાલવા દીધી તો કોણે સમર્થન આપવા માટે અવાજ ઉઠાવ્યો હતો. હાલમાં લોકસભામાં અન્નાદ્રમુકના 37 સાંસદ છે અને સત્તારૂઢ બીજેપી અને વિપક્ષી કોંગ્રેસ પછી એ ત્રીજી મોટી પાર્ટી છે. નોંધનીય છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર આવતીકાલે લોકસભામાં ચર્ચા થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news