અમદાવાદ: SVP હોસ્પિટલના કુલ 16 નર્સિંગના કર્મચારીઓને કરાયા ટર્મિનેટ

SVP હોસ્પિટલના કુલ 16 નર્સિંગના કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. કોરોના મહામારી સમયમાં ગેરશિસ્ત દાખવવા તેમજ પેશન્ટ કેરમાં અડચણ પેદા કરવા બદલ UDS દ્વારા 16 કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. તમામ 16 નર્સિંગ કર્મચારીઓને 1 માસનો નોટિસ પગાર ચૂકવી ટર્મિનેટ કરાયા છે.
અમદાવાદ: SVP હોસ્પિટલના કુલ 16 નર્સિંગના કર્મચારીઓને કરાયા ટર્મિનેટ

અતુલ તિવારી, અમદાવાદ: SVP હોસ્પિટલના કુલ 16 નર્સિંગના કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. કોરોના મહામારી સમયમાં ગેરશિસ્ત દાખવવા તેમજ પેશન્ટ કેરમાં અડચણ પેદા કરવા બદલ UDS દ્વારા 16 કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. તમામ 16 નર્સિંગ કર્મચારીઓને 1 માસનો નોટિસ પગાર ચૂકવી ટર્મિનેટ કરાયા છે.

USD કંપની દ્વારા નર્સિંગના કર્મચારીઓનો પગાર ઘટાડવા અંગે ઇ-મેઇલ કરાયા બાદ 8 જૂને SVP હોસ્પિટલમાં 300 જેટલા કર્મચારીઓએ હડતાળ કરી હતી. UDS કંપનીએ તંત્રને જાણ કર્યા વગર કર્મચારીઓને પગાર ઘટાડા અંગેનો ઇ-મેઇલ કર્યો હતો. તંત્રના ઘ્યાને આ વાત આવતા પગાર ઘટાડાનો ઇ-મેઇલ પરત લેવડાવાઈ તેમજ કર્મચારીઓની માગ મુજબ તેમને રહેવા માટે પુરૂી સગવડ પાડવામાં આવી હતી.

તેમ છતાં પણ 40 જેટલા કર્મચારીઓએ 11 જૂનના રોજ ફરી હડતાળ કરતા આખરે SVPના 16 નર્સિંગના કર્મચારીઓને ટર્મિનેટ કરી દેવાયા તેમજ અન્ય સ્ટાફ ગેરરીતિથી દૂર રહે તે માટે તંત્ર દ્વારા આ કડક પગલાં લેવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news