Kankaria Carnival: કોરોનાને કારણે બે વર્ષ બાદ અમદાવાદમાં યોજાશે ભવ્ય કાંકરિયા કાર્નિવલ, જાણો રંગારંગ કાર્યક્રમની રૂપરેખા

Kankaria Carnival: કોરોના મહામારી દરમિયાન બે વર્ષ કાર્નિવલ બંધ રાખવામાં આવ્યો હતો. દર વખતની જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ્દ હસ્તે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ધઘાટન કરવામાં આવશે.

Kankaria Carnival: કોરોનાને કારણે બે વર્ષ બાદ અમદાવાદમાં યોજાશે ભવ્ય કાંકરિયા કાર્નિવલ, જાણો રંગારંગ કાર્યક્રમની રૂપરેખા

અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation- AMC) દ્વારા કાંકરીયા કાર્નિવલનું (Kankaria Carnival) આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીના 2 વર્ષ બાદ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લોવર શોનું આયોજન થશે. 25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન થશે. 

CM ભુપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ધઘાટન!
વર્ષ 2008થી અમદાવાદદમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે, પરંતુ કોરોના મહામારી દરમિયાન બે વર્ષ કાર્નિવલ બંધ રાખવામાં આવ્યો હતો. દર વખતની જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ્દ હસ્તે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ધઘાટન કરવામાં આવશે.

— Zee 24 Kalak (@Zee24Kalak) December 15, 2022

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં આગામી કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો મામલે મહત્વનો નિર્ણય લેવાયો છે. કોરોના કાળના 2 વર્ષ બાદ શહેરીજનોના ખાસ બન્ને કાર્યક્ર્મ અત્યંત ધામધૂમથી ઉજવાશે. જ્યારે ફલાવર શો આગામી 31 ડિસેમ્બરથી શરૂ કરવાનું આયોજન છે. ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રીનો સમય મેળવવાનો તંત્રનો પ્રયાસ ચાલી રહ્યો છે.

No description available.

ફલાવર શોની થીમ શું રહેશે?
દર વર્ષે AMC કાંકરિયા કાર્નિવલ અને ફ્લોવર શો અલગ અલગ થીમ પર કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ફલાવર શો G20 સમિટ, આઝાદી અમૃત કાળ, આયુર્વેદિક, સ્પોર્ટ્સ સહિતની થીમ પર યોજાશે. જેમાં 200 થી વધુ પ્રજાતિના 5 લાખથી વધુ દેશી વિદેશી ફૂલ છોડ જોવા મળશે. ભીડ નિયંત્રણ માટે પ્રવેશ ફી લેવાશે. એટલું જ નહીં, ફ્લાવર શો દરમ્યાન રૂ.30 પ્રવેશ ફી નક્કી કરાઈ છે. પરંતુ 12 વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

ફલાવર શો દરમ્યાન બપોરે 2 વાગ્યાથી અટલ બ્રિજ સંપૂર્ણ બંધ
મહત્વનું છે કે, સરદાર બ્રિજથી એલિસબ્રિજ વચ્ચેના ઇવેન્ટ સેન્ટર-ફલાવર ગાર્ડનમાં ફલાવર શો યોજાશે. આ વખતે પણ 20થી વધુ સેલ્ફી પોઇન્ટ, વિવિધ પશુ પંખી અને વિષયના આકર્ષક ફલાવર સ્કલ્પ્ચર આકર્ષણના કેન્દ્ર રહેશે. ફલાવર શો દરમ્યાન બપોરે 2 વાગ્યાથી અટલ બ્રિજ સંપૂર્ણ બંધ રહેશે. ભીડને નિયંત્રિત કરવાના હેતુથી અટલ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008 થી શરૂ થયેલો કાંકરીયા કાર્નિવલ (Kankaria Carnival) શહેરની ઓળખ બની ગયો છે. હંમેશની જેમ વિવિધ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલના મુખ્ય આકર્ષણોમાં જાણીતા કલાકારોના સંગીત કાર્યક્રમ, લોક નૃત્યો, ડોગ શો, હોર્સ શો, રોક બેન્ડ, હાસ્ય દરબાર, લેસર શો, પપેટ શો અને આતશબાજીનો સમાવેશ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news