ભારતે અફઘાનિસ્તાનની માનવીય મદદ કરી, પાંચ લાખ કોવેક્સીનના ડોઝ કાબુલ પહોંચાડ્યા

પાછલા મહિનાની શરૂઆતમાં ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના માધ્યમથી અફઘાનિસ્તાનને 1.6 ટન ચિકિત્સા સહાયતા પ્રદાન કરી છે. 

ભારતે અફઘાનિસ્તાનની માનવીય મદદ કરી, પાંચ લાખ કોવેક્સીનના ડોઝ કાબુલ પહોંચાડ્યા

નવી દિલ્હીઃ ભારતે આજે અફઘાનિસ્તાનને કોરોના વેક્સીન કોવેક્સીન (Covaxin) ના 500,000 ડોઝના જથ્થાની આપૂર્તિ કરી છે. ભારતે માનવીય આધાર પર આ મદદ કરી છે. વેક્સીનના જથ્થાને ઈન્દિરા ગાંધી હોસ્પિટલ કાબુલને સોંપી દેવામાં આવ્યો છે. ભારતીય વિદેશ  મંત્રાલયે આ વાતની જાણકારી આપી છે. 

સાથે વિદેશ મંત્રાલયે કહ્યું કે, આવનારા સપ્તાહમાં વધુ પાંચ લાખ ડોઝ મોકલવામાં આવશે. ભારતે અફઘાન લોકોના ખાદ્યાન્ન, કોરોના વેક્સીનના એક મિલિયન ડોઝ અને જરૂરી જીવન પક્ષક દવાઓ સહિત માનવીય સહાયતા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ કર્યુ છે. 

પાછલા મહિનાની શરૂઆતમાં ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના માધ્યમથી અફઘાનિસ્તાનને 1.6 ટન ચિકિત્સા સહાયતા પ્રદાન કરી છે. 

— ANI (@ANI) January 1, 2022

ઘઉં અને બાકી સ્વાસ્થ્ય સહાયતાની આપૂર્તિ પણ કરશે ભાજપ
વિદેશ મંત્રાલયે કહ્યું- આવનારા સપ્તાહમાં, અમે ઘઉંની આપૂર્તિ અને બાકી ચિકિત્સા સહાયતાની આપૂર્તિ કરીશું. આ સંબંધમાં અમે પરિવહનના માધ્યમને અંતિમ રૂપ આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર એજન્સીઓ અને અન્ય લોકોના સંપર્કમાં છીએ. 

આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અફઘાનિસ્તાન
મહત્વનું છે કે તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ પર કબજો કરી લીધો હતો અને ત્યારબાદ દેશ ખરાબ આર્થિક સ્થિતિ, માનવીય અને સુરક્ષા સંકટનો સામનો કરી રહ્યું છે. વિદેશી સહાયતા સસ્પેન્ડ, અફઘાન સરકારની સંપત્તિને જપ્ત કરવા અને તાલિબાન પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના સંયોજન પહેલા જ ઉચ્ચ ગરીબીના સ્તરથી પીડિત દેશમાં એક પૂર્ણ આર્થિક સંકટ આવી ગયું છે. 

ઉલ્લેખનીય છે કે ભારતે કોરોના સંકટ દરમિયાન વિશ્વના ઘણા દેશોમાં કોરોના વેક્સીન પહોંચાડી છે. કોરોના મહામારીના સમયમાં ભારતે વેક્સીનની સાથે દવાઓ અને અન્ય મેડિકલ સાધનોની પણ સહાયતા કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news