#IndiaKaDNA માં સપા નેતા અબુ આઝમીએ એર સ્ટ્રાઇક પર ઉઠાવ્યો સવાલ, થયો સખત વિરોધ
2019ની લોકસભા ચૂંટણી પહેલા Zee News ના મંચ પર રાજનીતિના મહાસંવાદ ‘#IndiaKaDNA’માં વરિષ્ઠ સપાના નેતા અબુ આઝમીએ બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી પહેલા Zee News ના મંચ પર રાજનીતિના મહાસંવાદ ‘#IndiaKaDNA’માં વરિષ્ઠ સપાના નેતા અબુ આઝમીએ બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે, ત્યાં 250 લોકો માર્યા ગયા અને કોઇપણ આતંકીનો મૃતદેહ દેખાડવામાં આવ્યા નથી. તે સંપૂર્ણ અસત્ય હતું. દેશથી જૂઠાણું બોલવામાં આવ્યું છે.
વધુમાં વાંચો: #IndiaKaDNA: દેશમાં અર્થવ્યવસ્થાને જાણનાર એકમાત્ર નાણામંત્રી મનમોહન સિંહ રહ્યા- સ્વામી
મહાસંવાદમાં થયો અબુ આઝમીનો વિરોધ
અબુ આઝમી દ્વારા સવાલ ઉઠાવ્યા બાદ મહાસંવાદમાં આવેલા લોકોએ ભારે વિરોધ કર્યો હતો. લોકોએ તેમના દ્વારા કરેલી વાતોને ખોટી ગણાવી વિરોધ કર્યો હતો. લગભગ 5 મિનિટથી વધારે સમય સુધી તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન મહસંવાદમાં આવેલા લોકોએ ભારત માતાની જય, વંદે માતરમના નારા પણ લાગાવ્યા હતા.
અનુપ્રિયા પટેલે આપ્યો અબુ આઝમીને જવાબ
અબુ આઝમી દ્વારા પ્રધાનમંત્રી પર પણ ઉઠાવેલા સવાલનો કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, તમારા દાવાની તમારા નેતા મુલાયમ સિંહ યાદવે પણ તે સમયે હવા નિકાળી દીધી હતી, જ્યારે તેમણે નરેન્દ્ર મોદીને બીજી વખત પ્રધાનમંત્રી બનવાના આશીર્વાદ આપ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે