Republic Day 2020: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, સંઘર્ષ કરનારા લોકો હંમેશા યાદ રાખે ગાંધીજીની અહિંસાનો મંત્ર

રાષ્ટ્રપતિએ કહ્યું, રાષ્ટ્ર-નિર્માણ માટે, મહાત્મા ગાંધીના વિચાર આજે પણ સંપૂર્ણ રીતે પ્રાસંગિક છે. સત્ય અને અહિંસાનો તેમનો સંદેશ આપણા આજના સમયમાં વધુ મહત્વપૂર્ણ થઈ ગયો છે. 

Republic Day 2020: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, સંઘર્ષ કરનારા લોકો હંમેશા યાદ રાખે ગાંધીજીની અહિંસાનો મંત્ર

નવી દિલ્હીઃ દર વર્ષે 26 જાન્યુઆરીએ મોટા આનંદની સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ રવિવારે દેશભરમાં આનંદ-ઉમંગ સાથે 71માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર 25 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને સંબોધિત કર્યાં હતા. 

પોતાના સંબોધનની શરૂઆતમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, 71માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર, હું દેશ અને વિદેશમાં વસેલા, ભારતના તમામ લોકોને હાર્દિક શુભકામનાઓ આપુ છું. આપણા બંધારણે આપણે બધાને એક સ્વાધીન લોકતંત્રના નાગરિકના રૂપમાં કેટલાક અધિકાર આપ્યા છે. પરંતુ બંધારણ અંતર્ગત  આપણે બધાએ તે જવાબદારી પણ લીદી છે કે આપણે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા તથા ભાઈચારાના મૂળભૂત લોકતાંત્રિક આદર્શો પ્રત્યે સદેવ પ્રતિબદ્ધ રહીએ. 

રાષ્ટ્રપતિએ કરી મોદી સરકારની યોજનાઓની પ્રશંસા
રાષ્ટ્રપતિએ મોદી સરકારની કેટલિક યોજનાઓની પ્રશંસા કરતા કહ્યું કે, જન-કલ્યાણ માટે સરકારે ઘણા અભિયાન ચલાવ્યા છે. આ વાત વિશેષ રૂપથી ઉલ્લેખનીય છે કે નાગરિકોએ, સ્વેચ્છાથી તે અભિયાનોને લોકપ્રિય જન-આંદોલનનું રૂપ આપ્યું છે. જનતાની ભાગીદારીને કારણે સ્વચ્છ ભારત અભિયાને ખુબ ઓછા સમયમાં પ્રભાવશાળી સફળતા હાસિલ કરી છે. ભારીદારીની આ ભાવના અન્ય ક્ષેત્રોમાં કરવામાં આવેલા પ્રયાસોમાં જોવા મળે છે- તે રસોઈ ગેસની સબ્સિડી છોડવી હોય, કે ડિજિટલ લેણ-દેણને પ્રોત્સાહન આપવું હોય. 

રાષ્ટ્રપતિએ આગળ કહ્યું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની સિદ્ધિઓ ગર્વ કરવા યોગ્ય છે. લક્ષ્ય પૂરો કરતા, 8 કરોડ લાભાર્થીઓને આ યોજનામાં સામેલ કરવામાં આવી ચુક્યા છે. આમ કરવાથી જરૂરીયાત લોકોને હવે સ્વચ્છ ઈંધણની સુવિધા મળી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના માધ્યમથી લગભગ 14 કરોડ કરતા વધારે કિસાન ભાઈ-બહેન પ્રત્યેક વર્ષ 6 હજાર રૂપિયાની ન્યૂનતમ આવક પ્રાપ્ત કરવાના હકદાર બન્યા છે. તેનાથી આપણા અન્નદાતાઓને સન્માનપૂર્વક જીવન પસાર કરવામાં સહાયતા મળી રહી છે. 

રાષ્ટ્રપતિએ કરી જીએસટીની પ્રશંસા
રાષ્ટ્રપતિએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે 'જલ જીવન મિશન' પણ 'સ્વચ્છ ભારત અભિયાન'ની જેમ એક જન આંદોલનનું રૂપ લેશે. જીએસટી લાગૂ થયા બાદ, 'એક દેશ, એક કર, એક બજાર'ની અવધારણાને સાકાર રૂપ મળી શક્યું છે. આ સાથે ઈ-નામ યોજના દ્વારા પણ એક રાષ્ટ્ર માટે એક બજાર બનાવવાની પ્રક્રિયા મજબૂત બનાવવામાં આવી રહી છે, જેથી કિસાનોને લાભ મળશે.

રાષ્ટ્રપતિ બોલ્યા- અમે દેશના વિકાસ માટે નિરંતર પ્રયાસરત
અમે દેશના દરેક ભાગના સંપૂર્ણ વિકાસ માટે સતત પ્રયત્ન કરીએ છીએ. ભલે તે જમ્મૂ-કાશ્મીર તથા લદ્દાખ હોય, પૂર્વોત્તર ક્ષેત્રોના રાજ્યો હોય કે હિન્દ મહાસાગરમાં સ્થિત અમારા દ્વીપ-સમૂહ હોય. દેશના વિકાસ માટે એક મજબૂત આંતરિક સુરક્ષા વ્યવસ્થા પણ હોવી જરૂરી છે. તેથી સરકારે આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે અનેક પગલા ભર્યા છે. 

તેમણે કહ્યું કે, સરકાર પોતાના મહત્વકાંક્ષી કાર્યક્રમો દ્વારા સ્વાસ્થ્ય ક્ષેત્ર પર વિશેષ ભાર આપી રહી છે. ભારતમાં હંમેશા જ્ઞાનને શક્તિ, પ્રસિદ્ધિ કે ધનથી વધુ મૂલ્યવાન માનવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓને ભારતીય પરંપરામાં જ્ઞાન મેળવવાના સ્થાનને અર્થાત વિદ્યાનું મંદિર માનવામાં આવે છે. 

રાષ્ટ્રપતિએ કહ્યું- ઈસરો પર દરેક દેશવાસીને ગર્વ
શિક્ષા પર વાત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, શિક્ષાના ક્ષેત્રમાં આપણી ઘણી સિદ્ધિઓ ઉલ્લેખનીય છે. આપણો પ્રયાસ છે કે દેશના કોઈપણ બળક અથવા યુવા શિક્ષાની સુવિધાથી વંચિત ન રહે. ભારતીય સ્પેસ એજન્સી ઇસરોની સિદ્ધિઓ પર આપણે દેશવાસીઓને ઘણો ગર્વ છે. ઓલિમ્પિક-2020ની રમત સ્પર્ધામાં, ભારતીય દળની સાથે કરોડો દેશવાસીઓની શુભકામનાઓ અને સમર્થનની શક્તિ હાજર રહેશે. 

રાષ્ટ્રપતિએ યુવાઓને આપ્યો મહાત્મા ગાંધીનો મંત્ર
પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ યુવાઓને કહ્યું કે, કોઈપણ ઉદ્દેશ્ય માટે સંઘર્ષ કરતા લોકો, વિશેષ રૂપથી યુવાનોએ, ગાંધીજીના અહિંસાના મંત્રને હંમેશા યાદ રાખવો જોઈએ, જે માનવતા માટે સૌથી અમૂલ્ય ભેટ છે. લોકતંત્રમાં સત્તા તથા વિરોધ પક્ષ બંન્નેની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. રાજકીય વિચારોની અભિવ્યક્તિની સાથે-સાથે, દેશના સમગ્ર વિકાસ અને બધા દેશવાસીઓના કલ્યાણ માટે બંન્નેએ સાથે મળીને આગળ વધવું જોઈએ. 

સંબોધનમાં રાષ્ટ્રપતિએ જવાનોની કરી પ્રશંસા
સુરક્ષાજવાનોની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશની સેનાઓ, અર્ધસૈનિક દળ અને આંતરિક સુરક્ષા દળોની હું ખુબ પ્રશંસા કરુ છું. દેશની એકતા, અખંડતા અને સુરક્ષાને બનાવી રાખવામાં તેમનું બલિદાન, બેજોડ સાહસ અને અનુશાસનની અમર ગાથાઓ પ્રસ્તુત કરુ છું. પ્રવાસી ભારતીયોએ હંમેશા દેશનું ગૌરવ વધાર્યું છે. ઘણા પ્રવાસીઓએ વિભિન્ન ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news