Covid-19 Updates: કોરોનાનો ઘટ્યો પ્રકોપ, પણ છતાં સાવચેતી જરૂરી, 24 કલાકમાં આટલા નવા કેસ

ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નો કહેર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. નવા કેસનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. પરંતુ કોવિડ-19થી થનારા મોતના આંકડામાં સતત ઉતાર ચડાવ ચાલુ છે. 

Covid-19 Updates: કોરોનાનો ઘટ્યો પ્રકોપ, પણ છતાં સાવચેતી જરૂરી, 24 કલાકમાં આટલા નવા કેસ

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નો કહેર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. નવા કેસનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. પરંતુ કોવિડ-19થી થનારા મોતના આંકડામાં સતત ઉતાર ચડાવ ચાલુ છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા એક લાખ જેટલા કેસ નોંધાયા છે. જ્યારે 2427 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. આ અગાઉ રવિવારે જાહેર થયેલા આંકડા મુજબ 24 કલાકમાં કોરોનાના 1.14 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 2677 કોરોના દર્દીઓના મોત થયા હતા. 

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા એક લાખ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,00,636 દર્દીઓ નોંધાયા છે. આ  સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 2,89,09,975 પર પહોંચી છે. એક દિવસમાં 1,74,399 દર્દીઓ રિકવર થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે 2,71,59,180 થઈ છે. જો કે હજુ પણ 14,01,609 દર્દીઓ સારવાર હેઠળ છે. 24 કલાકમાં 2427 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 3,49,186 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 23,27,86,482 ડોઝ અપાયા છે. 

Total cases: 2,89,09,975
Total discharges: 2,71,59,180
Death toll: 3,49,186
Active cases: 14,01,609

Total vaccination: 23,27,86,482 pic.twitter.com/3DNEhXAN4E

— ANI (@ANI) June 7, 2021

2 મહિના બાદ નોંધાયા સૌથી ઓછા કેસ
દેશમાં બે મહિના બાદ કોરોનાના આટલા ઓછા કેસ સામે આવ્યા છે. આ અગાઉ 5 એપ્રિલના રોજ તેનાથી પણ ઓછા કેસ નોંધાયા હતા. તે વખતે દેશભરમાંથી કોરોનાના નવા 96 હજાર 982 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. 

— ANI (@ANI) June 7, 2021

રવિવારે 15 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ રવિવારે 15,87,589 કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં દેશભરમાંથી કુલ 36,63,34,111 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news