Corona Update: કોરોનાના નવા કેસમાં મામૂલી ઘટાડો, પણ પોઝિટિવિટી રેટ વધ્યો

કોરોના વાયરસના નવા કેસમાં ગઈ કાલ કરતા 13,113 કેસનો ઘટાડો નોંધાયો છે.

Corona Update: કોરોનાના નવા કેસમાં મામૂલી ઘટાડો, પણ પોઝિટિવિટી રેટ વધ્યો

નવી દિલ્હી: કોરોના વાયરસના નવા કેસમાં ગઈ કાલ કરતા 13,113 કેસનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2.58 લાખથી વધુ કેસ નોંધાયા છે. 

નવા કેસમાં મામૂલી ઘટાડો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા લેટેસ્ટ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,58,089 કેસ નોંધાયા છે. જે ગઈ કાલ કરતા 4 ટકા જેટલા ઓછા છે. દેશમાં ગઈ કાલે કોરોનાના નવા 2,71,202 નવા કેસ નોંધાયા હતા. જો કે રવિવારે દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 16.28 ટકા નોંધાયો હતો. જે હવે વધીને 19.65% થયો છે. જ્યારે રિકવરી રેટ પણ ઘટીને 94.27 ટકા થયો છે. વીકલી પોઝિટિવિટી રેટ 14.41 ટકા થયો છે. 

Active case: 16,56,341
Daily positivity rate: 119.65%

Confirmed cases of Omicron: 8,209 pic.twitter.com/Fi345RsMuw

— ANI (@ANI) January 17, 2022

કોરોનાથી રિકવરીની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 1,51,740 દર્દીઓ રિકવર થયા છે. હાલ દેશમાં 16,56,341 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાથી એક દિવસમાં 385 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની વાત કરીએ તો અત્યાર સુધીમાં દેશમાં ઓમિક્રોનના કુલ 8,209 દર્દીઓ નોંધાયેલા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news